ચંડોળા બાદ ઇસનપુરમાં 1000થી વધુ મકાનો તોડવા ઓપરેશન
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે ત્યારે તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂૂ કરાઈ હતી. 20 જેસીબી મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં આવેલા તળાવો પરના દબાણો દૂર કરવાની શરૂૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂૂ કરાઈ છે. ઈસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 20 જેસીબી, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અઈઙ, ઙઈં, ઙજઈં અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસ કર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
29 એપ્રિલ, 2025એ અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ હતી. 50 જેસીબી મશીન સાથે એએમસીની ટીમે સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂૂ કર્યું હતું. ફેઝ-1માં 4,000 કાચા-પાકા બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.