For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો

11:59 AM May 15, 2025 IST | Bhumika
તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજાઇ હતી. પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂૂપે આજે લાખોટા તળાવ નીપાળથી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં જામનગર જિલ્લાના સાંસદ, ધારા સભ્ય, મેયર, સહિતના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌપ્રથમ વીર શહીદ જવાનો ને પુષ્પાંજલિ અર્પિત કરી હતી, ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઇ હતી. જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી ની રાહબરીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રિવાબા જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દાસાણી તથા અન્ય શહેર ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકરો વગેરે સ્કૂટર સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

હાથમાં તિરંગા ઝંડા લઈને ભારત માતાકી જય ના નારા સાથે જોડાયા હતા. જે તિરંગા યાત્રા લાખોટા તળાવ ની પાળથી પ્રારંભ થઇ હતી, જે દિગ્વિજય પ્લોટ, હવાઈ ચોક, ચાંદી બજાર, સુપરમાર્કેટ, ટાઉનહોલ, લીમડા લેન, ગુરુદ્વારા, જીજી હોસ્પિટલ રોડ, જયંત સોસાયટી, આનંદબાગ, 9- પટેલ કોલોની, કડવા પટેલ સેવા સમાજ , ડીકેવી સર્કલ થઈ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement