વાંકાનેરમાં ગણેશ પંડાલમાં ધર્મભક્તિ સાથે ઓપરેશન સિંદૂર કૃતિ યોજાઇ
વાંકાનેરના ટાઉન હોલ ખાતે ગણેશ ઉત્સવ સમીતી તથા ધારાસભ્ય સંચાલીત માર્કેટ ચોક કા રાજાના વિશાળ પંડાલમાં જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતીમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિના વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા હતા.
આ સાથે કાર્યક્રમના પ્રારંભે જસદણ સિરામીક ગ્રુપના એમ.ડી. પ્રજ્ઞેશભાઇ પટેલ પરિવાર, હિરેનભાઇ પારેખ પરિવાર તથા ડીવાયએસપી સમીતભાઇ સારડા પરિવાર દ્વારા મહાપુજાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ત્યારબાદ વાંકાનેર પાલીકા સંચાલીત મ્યુ.ગર્લ્સ સ્કુલની 90 થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા ઓપરેશન સિંદુર, ઝાંસીની રાણી માતા લક્ષ્મીબાઇ તથા માતા નર્મદા સહીતની કૃર્તિ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કૃતિ નિહાળી જીલ્લા કલેકટર ઝવેરી સહીતના મહાનુભાવો ખુશખુશાલ મુદામાં જોવા મળ્યા હતા અને તમામ મહાનુભવોએ તાળીઓના ગળગળાટથી વધાવેલ તેમજ ઉપરોકત મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કારથી બાળાઓને સન્માનીત કરવામાં આવી હતી.
આ તકે જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા સાલ ઓઢાળી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ સોલ ઓઢાળી ફુલહારથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. આજના માર્કેટ ચોક કા રાજાના પંડાલમાં ઉપરોકત મહાનુભાવો ઉપરાંત શહેરના વિવિધ વ્યાપારી એસો. કાર્યક્રમના અંતે ઉપરોકત મહાનુભાવો હસ્તે સમીતી દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 1111 દિવડાની ભાવપુર્વક મહાઆરતી યોજાઇ હતી. આ મહા આરતી બાદ દરરોજ ઉપસ્થિત ભાવીક ભક્તજનોને ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા તમામ લોકોને સુધ્ધ ઘીના લાડુ, કેળા, ચોકલેટ, શીંગ રેવડી તથા પંજરીની પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.
આજના આ દેશભક્તિના કાર્યક્રમો નિહાળવા નવથી દસ હજાર લોકો પધારતા પંડાલનું ગ્રાઉન્ડ ટુંકુ પડતા લોકોએ ટાઉનહોલ તથા રામ કોમ્પલેક્ષના બિલ્ડીંગ ઉપર ચડી કાર્યક્રમ નિહાળ્યો હતો.
વાંકાનેર ગણેશ ઉત્સવ સમગીતીના સ્વયં સેવકો તથા સીટી પોલીસ તથા જીઆરડી જવાનો દ્વારા અવ્યવસ્થા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવી હતી અને સુંદર બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.