ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ

01:25 PM May 30, 2025 IST | Bhumika
Advertisement

સંભવિત હવાઈ હુમલાના ખતરા સામે લોકોને જાગૃત કરવા આયોજન : સાયરનો ગુંજશે, સ્વયંભૂ બ્લેકઆઉટ સર્જાશે

Advertisement

પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી સાયરન વાગશે અને બ્લેકઆઉટ થશે. કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે. દર મહિને મોક ડ્રીલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિને 31 મેના રોજ સરહદે આવેલા વિસ્તારોમાં મોક ડ્રીલ હેઠળ લોકોને સતર્ક રહેવાની તાલીમ આપવામાં આવશે.

ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 31 મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે 5થી8 કલાકે મોકડ્રીલ યોજાશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ ‘ઓપરેશન શિલ્ડ’ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરને જરુરી સૂચનાઓ આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે 5 વાગ્યા પછી 6 રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે. દરેક જિલ્લામાં 6થી7 જગ્યાએ એક સાથે સમસ્યા થાય તો તેના નિવારણ માટે મોકડ્રીલ યોજાશે. મોકડ્રીલના માધ્યમથી લોકોને સિવિલ ડિફેન્સ માટે લોકોને જોડાવા પ્રયાસો કરાશે. હવાઈ હુમલા સમયે શું કરવું તે અંગે પણ મોકડ્રીલ યોજાશે. મિલેટ્રી સ્ટેશનમાં હુમલો થાય તો શું કરવું તેની મોકડ્રીલ યોજાશે. વાયટલ ઇન્સ્ટોલેશનના સ્થળે બ્લેક આઉટ કરવાનું થાય તો તે માટે પણ મોકડ્રીલ યોજાશે. કલેક્ટર, એસપી, મ્યુનિસિપલ કમિશનર વગેરેને મોકડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે.

આવતીકાલે ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડરના નડાબેટ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે 7.45 થી 8.15 સુધી સાયરન વગાડીને બ્લેક આઉટ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે.

જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ અને ગુજરાતમાં કાલે શનિવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. ભારતને અડીને આવેલા પાકિસ્તાની સરહદની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવામાં આવશે. ઓપરેશન શીલ્ડ હેઠળ આયોજિત મોક ડ્રીલમાં બ્લેકઆઉટ થશે અને સાયરન પણ વગાડવામાં આવશે.

અગાઉ કેન્દ્ર સરકારે 29 મેના રોજ પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા કવાયત અથવા મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી તે મુલતવી રાખવામાં આવી હતી. મોક ડ્રીલ હેઠળ દુશ્મન દેશોના વિમાનો, ડ્રોન, મિસાઇલોથી થતા હવાઈ હુમલાઓથી કેવી રીતે બચવું તે શીખવવામાં આવશે?
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂરના થોડા કલાકો પહેલા કેન્દ્ર સરકારે 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજી હતી. તે જ રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા હતા.

ઓપરેશન શીલ્ડ હેઠળ મોક ડ્રીલનો હેતુ સરહદી રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓ તપાસવાનો છે. આ મોક ડ્રીલમાં સ્થાનિક પોલીસ, નાગરિક સંરક્ષણ, ગઉછઋ, આરોગ્ય વિભાગ અને અન્ય કટોકટી એજન્સીઓ સામેલ થશે.

Tags :
'Operation Shieldgujaratgujarat newsindiaindia newsmock drill
Advertisement
Next Article
Advertisement