ઓપરેશન ગંગાજળ, સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેર ફરજિયાત નિવૃત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચાર આચરતા સરકારી કર્મચારીઓ વિરૂૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઓપરેશન ગંગાજળમાં વધુ એક ક્લાસ વન અધિકારીને તાત્કાલિક અસરથી નિવૃત કરાયા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મુખ્ય ઇજનેર (સિવિલ) તરીકે ફરજ બજાવતા હતા. જાહેર હિતમાં સરકારે સેવામાંથી અપરિપકવ નિવૃત કર્યા છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મુખ્ય ઇજનેર બી.એ.પટેલને જાહેરહિતમાં તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપકવ નિવૃત કરવામાં આવ્યા છે. આ સાથે જ બી.એ.પટેલ વિરૂૂદ્ધ ભવિષ્યમાં જો કોઇ ખાતાકીય તપાસ/ફોજદારી કેસ ઉપસ્થિત થશે તો ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, 2002ના નિયમ-23,24 હેઠળ અપરિપકવ નિવૃતિ બાદ પણ નિયમોનુસારની કાર્યવાહી થઇ શકશે.
ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે. મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરિતીની અનેક ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરવામાં આવી રહ્યાં છે.