ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં ફરી એક વખત ઓપરેશન ડિમોલિશન

05:10 PM Sep 12, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે આજરોજ સવારથી દ્વારકાના રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવેલા ભવનોનું ડિમોલીશન હાથ ધરાયું હતું.

Advertisement

દ્વારકાના હાથી ગેઈટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

તંત્ર દ્વારા હાથ કરવામાં આવેલી ડિમોલીશનની આ કામગીરીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
દ્વારકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર, સહિત અધિકારીઓની ટીમ સાથે કરવામાં આવી આ કાર્યવાહીમાં સરકારની હજારો ફૂટ કીમતી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

 

Tags :
DemolitionDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement