For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ

01:54 PM Jun 30, 2025 IST | Bhumika
‘ઓપરેશન સાયબર સ્ટોર્મ’ રાજકોટનાં 3 સહિત 35ની ધરપકડ

નવસારીમાં થયેલ 3 કરોડની છેતરપિંડી મામલે પોલીસનું ઓપરેશન; ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં 7 જિલ્લામાં દરોડા

Advertisement

નવસારી જિલ્લામાં થયેલી રૂપિયા 3 કરોડની છેતરપીંડી મામલે તપાસ દરમિયાન સાયબર છેતરપીંડીનું મોટુ રેકેટ બહાર આવ્યું હતું. જેમાં નવસારી પોલીસે ઓપરેશન સાયબર સ્ટોર્મ હાથ ધરી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ ત્રણ રાજ્યના 7 જિલ્લાઓમાં દરોડા પાડી રાજકોટનાં ત્રણ સહિત કુલ 35 આરોપીઓની ધરપકડ કરી છે. આ રેકેટમાં હજુ પણ 10 જેટલા આરોપીઓ ફરાર હોય જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીરસિંહના નિરીક્ષણ હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

મળતી વિગતો મુજબ, નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા વખતથી સાયબર ફ્રોડ અને આર્થિક છેતરપીંડીના ગુનાઓ બન્યા હોય કુલ 10 જેટલા ગુનાઓમાં પોલીસે તપાસ કરતાં મોટુ કૌભાંડ હોવાનું જાણવા મળ્યું હતું. સુરત રેન્જ આઈ.ટી.પ્રેમવીરસિંહના નિરીક્ષણ હેઠળ નવસારી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરવા ઓપરેશન સાયબર સ્ટોર્મ હાથ ધર્યુ હતું. જેમાં નવસારી એસઓજી ઉપરાંત એલસીબી, સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સાત જિલ્લાઓમાં દરોડા પાડયા હતાં.

Advertisement

આ દરોડામાં રાજકોટનાં સ્મિત હાપલીયા, કિશન બોરીચા, કાળુ ચૌહાણ ઉપરાંત અમદાવાદના સાહિલ કાદર શેખ, સુરતના કલ્પેશ રમેશ પરમાર, ગાંધીનગરના સાહિલ મુરાદ ખેતાણી, રાજસ્થાનના પ્રદીપ હસ્તીમલ જૈન, અજુન, શિવમ, મુંબઈના રોહિત રાજ, સુરતના ધ્રુવલ કાળુભાઈ ચોડવાડિયા, અમદાવાદના ઈમરાન અબ્દુલ ખાલીક શેખ, અમરેલીના કમલેશ ગામીત, સુરતના ચિરાગ લક્કડ, અજમલ અલીયર ખાન, વૈરાગ અશોકભાઈ સોજીત્રા, અમદાવાદના શંકર ઓમપ્રકાશ થાંદાણી, પ્રિતેશ મુકેશ દાતાણીયા, અમરેલીના હર્ષદ મનુ બાબરીયા, ભાવનગરના શિવમ રાજેશ સરવૈયા, સુરતના ચિરાગ કાછડીયા, પ્રદીપ બુરા, પાલિતાણાના આકાશ ગોહિલ, સુરતની મિતાબેન ભુપતભાઈ વઘાસીયા, ભાવનગરની સોનલબેંન પરમાર, અમદાવાદના શોએબ મહમદ શકીલ શેખ, અમદાવાદના કિશન પ્રવિણ વસાવા, રાજસ્થાનના જયપુરના કપીલ નરેશકુમાર અલવાણી, શારદા નરેશકુમાર અલવાણી, મુંબઈના દીપ વિલાસ સિંદે, કિંગ અગે ઓબીન્ના, અમરેન્દ્ર ઠાકુર, દુલ્લારી દેવી, ભાવનગરના તળાજાના કાંતિ હકાભાઈ મકવાણા, સુરતના કરણ રમેશ બાકોદરીયાની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં અન્ય 10 શખ્સોના નામ પણ ખુલ્યા છે.

આ ટોળકી કુલ પાંચ પ્રકારનાં સાયબર ગુનાને અંજામ આપતી હતી. જેમાં ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેશબુક આઈડી બનાવી આઈડી ધારકના મિત્રો પાસેથી રૂપિયા પડાવવા ઉપરાંત શેર માર્કેટમાં ઉચા વળતરના બહારને છેતરપીંડી, ઓનલાઈન ટ્રેડીંગમાં લાલચ આપી છેતરપીંડી તેમજ ખેતીવાડી અને જમીન ઉપર ગ્રીન હાઉસ બનાવવાના નામે લોકોને જાળમાં ફસાવીને છેતરપીંડી કરતાં હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement