પટેલ પાર્કથી પેડક રોડનો રસ્તો ખુલ્લો કરો
શહેરના ઈસ્ટઝોનના પેડક રોડની બાજુમાં આવેલ પટેલ પાર્ક સોસાયટીના રહીશોએ આજે સોસાયટીનો મુખ્યમાર્ગ ખુલ્લો કરવા માટે ફરી વખત રજૂઆત કરી હતી. સેન્ટ્રલઝોન કચેરી ખાતે સોસાયટીના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી આ પહેલા પણ રજૂઆત કરેલ છે. છતાં કોઈ કામગીરીથઈ નથી તો ઝડપથી હમારી સોસાયટીનો મુખ્યમાર્ગ કાયમી ધોરણે ખુલ્લો કરવામાં આવી તેવીર જૂઆત કરી હતી.
પટેલ પાર્ક સોસાયટીના રહીસોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ શહેરના રે. સર્વે નં.132 પૈકી, ટી.પી.સ્કીમ નં.8, ઓ.પી.નં.71, એફ.પી.નં.185 પૈકીની જમીનમાં આવેલ "પટેલ પાર્ક ના નામથી ઓળખાતી રહેણાંક સોસાયટીમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પ્લોટોનું એલોટમેન્ટ થયેલ છે અને તેમાં રહેણાંક મકાનોનું બાંધકામ થયેલ છે. તથા તેમાં જ જે તે સમયે સુચિત પ્લોટીંગ કરેલ છે અને તેમાં પણ હાલમાં રહેણાંક મકાનો આવેલ છે.
અને હાલમાં તેમાં ઈમ્પેકટ ફી ભરપાઈ કરેલ તેમજ તેની માલીકી અંગેની સનંદો પણ મામલતદાર દ્રારા ઈસ્યુ કરાયેલ છે. સદરહું રાજકોટ શહેરની ટી.પી.સ્કીમ નં.8, ઓ.પી.નં.31, એફ.પી.નં.185 પૈકીની જમીનમાં આવેલ સોસાયટીમાં જવા-આવવા માટેનો કાયમી રસ્તો પેડક મેઈન રોડ ઉપર સેટેલાઈટ ચોકથી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન તરફ જતા ડાબી બાજુએથી આવેલ છે અને તે રસ્તો વર્ષોથી આવેલ છે.
જે રસ્તો સોસાયટીનો મુખ્ય રસ્તો છે અને તેને કાયમી ખુલ્લો રાખવા અંગેની દરખાસ્ત કરી આપવા અમો સોસાયટીના રહેવાસીઓની માંગણી છે.હાલમાં સદરહુ ટી.પી.સ્કીમ નં.8, ઓ.પી.નં.71, એફ.પી.નં.185 પૈકીની જમીનમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા બાંધકામ ચાલુ કરેલ છે, તો એફ.પી.નં.185 પૈકીની જમીનમાંથી અમારી સોસાયટીમાં જવા માટેનો કાયમી રસ્તો ખુલ્લો રાખવા અને તે અંગેની કાયદાકીય કાર્યવાહી કરી હયાત રસ્તો એફ.પી.નં.185 પૈકીની જમીનમાંથી મંજુર કરી આપી કાયમી ધોરણે ચાલું રાખવા અને તે રસ્તો ડામર કરી આપવા વિનંતી કરી છે.