For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો

10:50 AM Feb 03, 2025 IST | Bhumika
મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ  વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો

ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર જ હોય એવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યાં છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂૂનું વેચાણ કરતા હોય છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થતું હોવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં થયો છે.

Advertisement

મળતી વિગતો મુજબ મોરબીના રંગપર બેલા ગામ પાસે દેશી દારૂૂનું ધૂમ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ પણ જખઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં, તેમ છતાં દારૂૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અગાઉ રેડ દરમિયાન જખઈએ 750 લીટર દારૂૂ ઝડપી પાડ્યો હતો. તેમ છતાં દારૂૂનો ધંધો કરતા લોકોને કોઈ પ્રકારને ડર નથી. કારણે કે, અત્યારે લોકો દારૂૂ વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ધ્યાને લેતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ગુજરાતમાં આવી રીતે ખુલ્લેઆમ દારૂૂની હાટડીઓ ધમધમી રહીં છે. આખરે કેમ આ લોકોને પોલીસનો કોઈ ડર નથી?

Advertisement

અહીં વીડિયો પ્રમાણે દારૂૂ વેચતા અને પીતા લોકો દારૂૂની કોથળીઓ મુકીને ભાગતા જોવા મળ્યાં હતાં. આટલો ડર છે તો પછી શા માટે ફરી ધંધો શરૂૂ કરી દેવામાં આવે છે? તે પોલીસની તપાસનો વિષય છે હવે જોવાનું એ રહે છે કે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement