કોડીનારના બરડાની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ
વેચતા હોવાનો વીડિયો વાયરલ, પીનાર બેભાન હાલતમાં પડયો, મહિલા બાળકને પોટલીથી રમાડતી હોવાના દ્રશ્યોથી ગ્રામજનો વિચલિત: પોલીસની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ
કોડીનાર તાલુકાના બરડા ગામની પ્રાથમિક શાળા આસપાસ ખુલ્લેઆમ દેશી દારૂૂની પોટલી વેચવાવાળા અને જાહેરમાં પીવા વાળા નો વિડીયો વાયરલ થતાં કોડીનાર પોલીસ તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ઉઠ્યા છે બરડા ગામની પ્રાથમિક શાળા પાસે જ જાહેરમાં દારૂૂ વેચવાવાળા, જાહેરમાં પીવાવાળા ઉપરાંત એક મહિલા તેના નાના બાળકને દેશી દારૂૂની પોટલી વચ્ચે બેસાડીને બાળકને પોટલી થી રમતા દ્રશ્યો આ વીડિયોમાં વાયરલ થયા છે આ જોઈને ભવિષ્યમાં આ બાળક પણ મોટો બુટલેગર બને તેવી કોમેન્ટો થઈ રહી છે આ અંગે બરડા ગ્રામજનોએ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવીને કોડીનારના બરડા ગામે બેફામ ફૂલી ફાલેલી દારૂૂની બદી સામે પગલાં લેવા રજૂઆત કરી છે આ અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉનાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશે કોડીનારના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને ગિર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં બેફામપણે વેચાતા દારૂૂના હાટડાઓ પોલીસ તંત્રની મીલીભગતથી જ ચાલી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે.
પુંજાભાઈ વંશ એવું પણ જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂૂ પકડાય છે તેના કરતાં વધુ વેચાય છે દેશી દારૂૂને વધુ નશાકારક બનાવવા માટે તેમાં કેમિકલ નાખવામાં આવે છે જેના પરિણામે યુવા ધન યુવાનીમાં જ બરબાદ થઈ જાય છે પરિણામે અનેક નાની-નાની દીકરીઓ યુવાનીમાં જ વિધવા બની જાય છે કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાની અવસ્થામાં વિધવા બની જવાની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે એવું પુંજાભાઈ એ જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા પ્રમુખે તાજેતરમાં પ્રાચી મુકામે સંમેલન યોજાયું હતું અને પોતાના પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું તે કાર્યક્રમમાં પણ જિલ્લાભરમાં પોલીસ તંત્રની ભાગીદારી થી દેશી વિદેશી દારૂૂના હાટડાઓ ચાલી રહ્યા નું જણાવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ તંત્રએ નાના નાના માછલાઓ મારી પોતાની કામગીરી દેખાડવાનું ચાલુ કર્યું હોવાનું પણ જણાવ્યું છે પરંતુ કોડીનાર તાલુકાના બરડા ગામની પ્રાથમિક શાળા આસપાસ ચાલતા દેશી દારૂૂ ના હાટડાઓ થી ચિંતા વ્યક્ત કરી હતી તાજેતરમાં ઉના ખાતેના બાર જેટલા દારૂૂના ધંધાથીઓ સામે તંત્રએ ગુજસી કોટ અંગેના પગલાં લઈને તેમને ઝડપી જેલ હવાલે કરેલ તંત્રના આ પગલા ને આવકાર દાયક ગણાવ્યો હતો ત્યારે પુંજાભાઈ એવા પણ સવાલો ઊભા કર્યા હતા કે આ તમામ શકસો વર્ષોથી દારૂૂના ધંધા સાથે સંકળાયેલા છે તો તે કોની મહેરબાની થી કોની સાથે સંકળાયેલા હતા તે તેમના મોબાઈલ કોલિંગ ડિટેલ તપાસવા જરૂૂરી છે આ તમામ શખ્સોના આકાઓ સુધી પગલા લેવાય તે ઇચ્છનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કોડીનારના અંબુજા નગર ખાતે તાત્કાલિન જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં સોરઠ મહિલા સહકારી મંડળીના કાર્યક્રમમાં સોરઠ મહિલા અગ્રણી મોતીબેન ચાવડાએ ગીર સોમનાથ જિલ્લા ભરમા ચાલતા દેશી દારૂૂના હાડલાઓ વિશે રડતા રડતા જાહેરમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને કેમિકલ નસાયુક્ત દેશી દારૂૂના રવાડે ચડેલા યુવા ધનથી સોરઠ મહિલા મંડળીની અનેક બહેનો વિધવા બની હોવાનું ચિંતા વ્યક્ત કરી હતી ગીર સોમનાથ જિલ્લામાંથી દારૂૂની બધી દૂર કરવા પણ રજૂઆત કરી હતી ત્યારે જિલ્લા કલેકટર દ્વારા માત્ર આશ્વસન સિવાય કશું આપી શક્યા ન હતા ત્યારે હવે પોલીસને પણ કંઈ શરમ જેવું હોય તો દેશી દારૂૂ ના હાટડાઓ બંધ કરાવે તેવી વ્યાપક માંગણી ઉઠી છે.
કોડીનાર તાલુકાના બરડા ગામ ઉપરાંત કાંઠા વિસ્તારના મૂળદ્વારકા, પણાદર, છારા, કોટડા માઢવાડ તેમજ નેફાવિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘાટવડ, નગડલા, સુગાળા, શેઢાયા સહિત અનેક ગામોમાં દેશી દારૂૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે આ બધું જ પોલીસ જાણે છે છતાં આ ભઠ્ઠી ચલાવનારાઓ સામે તેઓ શા માટે લાજ કાઢી રહ્યા છે તેવા વેધક સવાલો ઉઠ્યા છે ત્યારે આ તમામ પ્રવૃત્તિઓમાં પોલીસ તંત્રની ભાગીદારી હોવાની શક્યતા નકારી શકાતી નથી.
આ વીડિયો જૂનો છે: પીએસઆઇ
કોડીનાર તાલુકાના બરડા ગામમાં દારૂૂબંધીના ચીથરા ઉડાડતા વિડીયો વાયર થવા અંગે કોડીનારના પી.આઈ.પટેલે જણાવ્યું હતું કે આ વિડીયો જૂના છે છતાં ખરાઈ કરીને સાચા હશે તો પગલાં લેવા અચકાશુ નહીં. પુંજાભાઈ વંશે કરેલા પોલીસ સામેના આક્ષેપોનું ખંડન કરતાં પી.આઈ.પટેલ એવું પણ જણાવેલ કે કોડીનાર પોલીસે 2025ના વર્ષ દરમિયાન 838 દારૂૂ અંગેના કેસ કર્યા છે જેમાં આઠ શખ્સો સામે પાસા ના પગલા લીધા છે આ ઉપરાંત 22 શખ્સોને તડીપાર કર્યા છે તેમજ 90 શખ્સો સામે ફરી વખત જામીન લેવાની કામગીરી પણ કરવામાં આવી છે આ ઉપરાંત કોડીનાર તાલુકાના તમામ ગામના સરપંચો સાથે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું એમાં સરપંચો દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર તત્વો અંગે કોઈ માહિતી આપવામાં આવશે તો પોલીસ જ પગલાં લેશે તેવું જણાવ્યું હતું