સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Comની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી
ગુજરાત મિરર, રાજકોટ તા. 21
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં આવી રહી છે. જ્યારે હાલ ચાલતી પરીક્ષામાં ચોરી થતી હોવાના સ્કિન શોર્ટ વાઈરલ થયા છે. બીકોમની પરીક્ષાના પેપરના જવાબો, ઉત્તરવહી, સ્કોડ આપે છે કે નહી તેવા વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપની ચેટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને એક વિદ્યાર્થી દ્વારા વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ સ્ક્વોડ આવે છે કે નહીં એવી વાતચીત પણ કરેલી છે. આ ઉપરાંત તેમાં નફા-નુકસાન ખાતાના જવાબો પણ જોવા મળે છે.
CYSSઆ અંગે આમ આદમી પાર્ટીની CYSSના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત પેપર લીકની ઘટના સામે આવી છે. જેમાં બીકોમ સેમેસ્ટર 4 ની પરીક્ષા દરમિયાન અમરેલીની એક કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં 10.30 વાગ્યે પેપર શરૂૂ થતા જ પ્રશ્નોના જવાબો વાઇરલ થયા હતા. આ સ્ક્રીન શોટ અનેક ગ્રુપમાં વાઇરલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અમે કુલપતિને પણ આ મામલે રજૂઆત મોબાઈલ જો પરીક્ષા સેન્ટરમાં લઈ જવામાં આવે છે ત્યારે કોલેજ શું કરે છે? શું સીસીટીવી દ્વારા મોનિટરિંગ નથી થતું કે કોઈ કોલેજ સાથે આ પ્રકારની બાંધછોડ કરવામાં આવે છે. તેવા સવાલો CYSSના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા(વચ્ચે) તથા આપની છાત્રવિંગના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે.
વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુરૂવાર અને શનિવારના વોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ એકબીજાને ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો પૂછે છે, જેનો મતલબ એ થયો કે કોલેજમાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પરીક્ષા આપે છે. પરીક્ષા શરૂૂ થાય તે સાથે જ વોટ્સએપ ગ્રુપમાં જવાબો આવવાના શરૂૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વારંવાર પેપર લીકની ઘટના બને છે.