રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઇટ ટૂર્નામેન્ટનો સોમવારથી પ્રારંભ

04:44 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

ફૂટબોલની રમત ભારતમાં હાલમાં ખુબ પ્રચલીત થઈ રહી છે. ફીફા (FIFA, AIFF (ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશન) અને ગુજરાત ફુઉટબોલ એસોસીએશનના સંયુકત પ્રયાસોથી ફૂટબોલમાં ખાસ કરીને યુવાનોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય ખુબ આશાષ્પદ અને ઉજ્જવળ જણાય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં અને પોલીસ વિભાગમાં ફૂટબોક સહીતની રમતોના ઉત્થાન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટની નામાંકિત કંપની જયોતિ સી.એન.સી ના સહયોગથી 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનું તા. 06 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ભવ્ય ફૂટબોલ ટુર્નામેન્ટનું ધમાકેદાર ઉદ્ઘાટન મહાનુભાવોની ઉપસ્થિતીમાં પોલિસ બેન્ડ સાથે બલુન રિલિઇઝીંગ સેરેમનીથી કરવામાં આવશે.

Advertisement

આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડના સી.એસ.આર. હેડ તેમજ એહસાસ ટ્રસ્ટના લાઈફ પ્રેસિડન્ટ કૌશિકભાઈ સોલંકી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, છેલ્લા 13 વર્ષથી આયોજીત થતી રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી ચેલેન્જ કપ 2025 ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત ફુટબોલ એસોસિએશન અને રાજકોટ ફુટબોલ એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ છે. તા. 06 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 24 ટીમો ભાગ લેશે. આ 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટમાં જીતનાર ચેમ્પિયન ટીમ, રનર્સ-અપ ટીમ, ત્રીજા અને ચોથા સ્થાને આવનાર ટીમ, દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી તેમજ અલગ અલગ કેટેગરીમાં મેન ઓફ ધી મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ ડીફેન્ડર, બેસ્ટ મિડ ફિલ્ડર, બેસ્ટ ફોરવર્ડ અને હાયેસ્ટ સ્કોર કરનારને અંદાજીત 2 લાખ રુપિયા રોકડ ઈનામો, અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન યોજાતા મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ગત તમામ વર્ષોની માફક આ વર્ષે પણ જ્યોતિ સી. એન સી ઓટોમેશન લી. મેચના મુખ્ય સ્પોન્સર તરીકે, જયારે સહ સ્પોન્સર તરીકે ઉદયભાઈ પારેખ, ઓમનીટેક એન્જીનિયરીંગ પ્રા. લી., મેટોડા જોડાયા છે. તેમજ અન્ય દાતાઓમાં મનિષભાઈ માદેકા -રોલેક્સ રોલ્ડ રીંગ્સ, રાજકોટ, વિજયભાઈ શાહ - પેલિકન રોટોફ્લેક્સ પ્રા.લી. આણંદપર, વિનેશભાઈ પટેલ - ઓરબીટ બેરિંગ્સ ઈન્ડિયા પ્રા. લી. મેટોડા, રાજુભાઇ ભારદીયા - રવિ ટેકનોફોર્જ શાપર, વિક્રમભાઇ જૈન -એ.વી.આર (વિક્રમ) વાલ્વસ પ્રા.લી.- મેટોડા, વગેરે કંપનીઓનો ઉદારભાવે આર્થીક સહયોગ સાંપડયો છે. આ સમગ્ર ફુટબોલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી પાર્થરાજસિંહ ગોહેલ, જ્યોતિ સી.એસ.સી ના વિક્રમસિંહ રાણા, કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફુટબોલ એસોસિએશનના બી કે જાડેજા, રોહિતભાઈ બુંદેલા, એહસાસ ટ્રસ્ટના નિશ્ચલભાઈ સંઘવી અને મિતેશભાઈ શાહ, ડિસોઝા, રાજુભાઈ અને જયેશભાઈ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ, એહસાસ ટ્રસ્ટ અને જ્યોતિ સી. એન. સી. વતી વનરાજસિંહ જાડેજાની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ટૂંકા ગાળામાં ફૂટબોલ ગ્રાઉન્ડને વ્યવસ્થિત કરવામાં રાજકોટ મ્યુનિસીલ કોર્પોરેશનનો ભરપુર સહયોગ સાંપડયો છે, જેના આયોજકો આભારી છે.

Tags :
gujaratgujarat newsOpen Gujarat Football Day and Night Tournamentrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement