For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય: ગુજરાત હાઈકોર્ટ

05:19 PM Feb 17, 2025 IST | Bhumika
જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જ માન્ય  ગુજરાત હાઈકોર્ટ

જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. ક્યાં પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકોને સરકારી કચેરીઓની ધક્કા ખાવા પડતાં હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાયથ.

Advertisement

ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વાત કરવામાં આવે તો, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ માન્ય તારીખ ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપમાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે.

નોંધનીય છે કે, જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામા આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટનો આ હુકમની દૂરોગામી અસર હશે. હવે આધાર, પાન, લાયસન્સમાં કરાવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે.જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement