હરિભક્તોને વિશ્ર્વ કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કરે છે એક માત્ર સ્વામિ. સંપ્રદાય: પાટીલ
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાતમાં દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને ગૃહમંત્રી સંઘવીની વિશેષ ઉપસ્થિતિ
વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે આ ભવ્યાતીત મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ જળ શક્તિ વિભાગના મંત્રી સી.આર. પાટીલ અને આઠમા દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજદ્વારી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં આમંત્રણને માન આપી ખાસ હાજરી આપી મહોત્સવમાં સહભાગી થઇ અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વકતા નિત્યસ્વરૂૂપદાસજી સ્વમશ્રી આદીક વડિલ સંતોના આશીર્વાદ મેળવ્યા આર્શિવાદ મેળવ્યા હતા ત્યારે પૂર્વ મંત્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્ય નાયબ દંડક કૌશીકભાઇ વેકરીયા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જનકભાઇ તળાવીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિ.આર. પાટીલે હરિભક્તોને સંબોધતા કહ્યુ કે, કોઈ પણ સંપ્રદાયની વાત આવે ત્યારે કેટલાક લોકો પોતાને નાસ્તિક ગણાવવામા ધન્ય સમજતા હોય છે અને વિશેષ કરીને જયારે તેઓ મુશ્કેલીમાં હોય, કુદરત તરફથી તેઓ આપદામા હોય અને જ્યારે એને સારો રસ્તો ભગવાન દેખાડે છે ત્યાર પછીથી તેઓ આસ્તીક થવા લાગે છે પણ સ્વામીનારાયણ સંપ્રદાય દેશ-વિદેશમાં સર્વત્ર રીતે ફેલાયેલો સંપ્રદાય છે. હું જ્યારે લંડન મંદિરે ગયો ત્યારે આપણા ગુજરાતના લગભગ 5000 લોકો સભામાં ઉપસ્થિત હતા અને નવાઈ એ લાગી કે સર્વ રીતે સુખી સંપન્ન હોવા છતા તેઓ સ્વયં સેવક તરીકે કામ કરી પોતાની નૈતિક ફરજ અદા કરી સંપ્રદાયની સમૃદ્ધિ માટે કામ કરે છે તેમજ નાનપણથી જ બાળકો, યુવાનો, મહિલાઓ સર્વેની અંદર સંસ્કાર સીંચનોનુ કામ સંપ્રદાયની અંદર થાય છે અને એના પરીણામ સામાજીક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે જોવા મળે છે.
ધર્મનો સંદેશ ખૂબ મહત્વનો હોય છે જ્યારે ભારતીય જનતા પ્રાર્ટીના પ્રમુખ પદે છુ ત્યારે ધર્મને માનતા કાર્યકરોને બિરદાવુ છુ કેમ કે ધર્મના માનતા કાર્યકરો અનિતીથી ક્યારેય ન ચાલે અને એના કારણે સમાજમા નુકસાન નથી થતુ. તેમજ અંતના જળ શક્તિ મંત્રાલય દ્વારા થતા કાર્યોને હરિભક્તો સમક્ષ મુકી મદદરૂૂપ થવા આહવાન કર્યું હતુ.દરરોજ 4 લાખ લોકો ભોજન લેતા હોય ત્યારે વળી આજે આ દિવ્ય મહોત્સવમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં 5000 થી વધુ બહેનો સવારથી રોટલા બનાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. આ ઉપરાંત શાક સુધારવાની કામગીરી પણ કરી હતી. જે બાદ સાંજે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.