ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી પાટીદાર સભામાં સિલેકટેડ લોકોને જ આમંત્રણ

11:43 AM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં ડિસ્કો-દાંડિયા કલાસ બંધ કરાવવા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. ત્યારે આ સભાના આયોજકો અને સભામાં ધારાસભ્ય કાંતિલાલના ભાષણ પર અજય લોરીયાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આ સભામાં સિલેક્ટેડ લોકોને જ બોલાવાયા હોવાના આક્ષેપ કર્યા છે.

Advertisement

અજય લોરીયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે દાંડિયા ક્લાસ ખરેખર એક દુષણ છે. પાટીદારની સભામાં સમાજની એકતા જોવા મળી છે. આ સભા યોજાઈ તેનું મને ગર્વ છે.અને ખરેખર દાંડિયા ક્લાસ બંધ થવા જોઈએ. પરંતુ મોરબીના ધારાસભ્ય કાંતિલાલએ સ્ટેજ ઉપર આવીને જે વિષય દાંડિયા ક્લાસનો વિષય હતો તેના વિશે તો બોલ્યા જ નહીં. અને સીડીકાંડ વિશે ખોટું ભાષણ જ કર્યું જો બનાવ સાચો હોઈ તો આ બનાવ બાબતે ધારાસભ્ય એ પોલીસ ફરિયાદ કેમ ન કરાવી અને વાલીઓ ને જાણ કેમ ન કરી અને ધારાસભ્ય એ ભાષણ માં હું ગોળી ખાઈને મરીશ, દવા ખાઈને નહીં.

30 વર્ષથી આ એક જ ભાષણ સાંભળતા આવ્યા છીએ તેમ કહી ધારાસભ્યના ભાષણ સામે તીખી પ્રતિક્રિયા આપી હતી. અજય લોરિયાએ વધુમાં જણાવ્યું હતું કે સભાનું જે આયોજન થયું તે સારું હતું. અમારા સમાજ માટે ગર્વની વાત છે. પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી એટલે સમાજ ભેગો થયો હતો. આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા હતા. સમાજના બીજા ઘણા આગેવાનો છે જેમ કે મોહનભાઈ કુંડારીયા, પરસોતમભાઈ રૂૂપાલા, બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજાળીયા, જયંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂૂપાલા, જીગ્નેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતના ઘણા સભ્યો છે તેમને કોઈને આમંત્રણ આપવામાં ન આવ્યું. 8:30 વાગ્યે કિશોરભાઈ ચીખલીયાને આમંત્રણ માટે ફોન કરવામાં આવ્યો. જમવાની પંગત બેસી જાય પછી જમવા માટે આમંત્રણ આપો તે કેટલું યોગ્ય છે.

પહેલા સભા માટે આયોજકો દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં કોઈ એ કહ્યું ન હતું કે રાજકીય આગેવાનો આવવાના છે. અડધી કલાકમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓ આવી પણ ગયા હતા. નવરાત્રી વર્ષોથી થાય છે ચૂંટણી નજીક આવે છે એટલે આ બધું તમને દેખાયુ.

જ્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે યુવાન દીકરી હોય, દીકરો હોય બન્ને દાંડિયા રમતા સંપર્કમાં આવે તેમાં હજારો ની સંખ્યા માં દીકરી રમતી હોય તો પાંચેક બનાવ બને છે. એક કિસ્સામાં દીકરી ભાગી ગઈ હતી એ દીકરીને અમે પાછા પણ લાવ્યા છીએ. અમારી પાટીદાર નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા પણ થાય છે. હા આ વખતે અમે કોઈ મોટા ફિલ્મી સેલિબ્રિટીને પાટીદારમાં નહીં બોલાવીએ. તેમજ સમાજ વિરુદ્ધ જઈને જે દાંડિયા કલાસ શરૂૂ કરશે. તો ત્યાંના લોકોને પાટીદાર નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. ક્ધયા છાત્રાલયના ક્લાસમાં જે જતા હશે તેને બસ તેડવા જાય તેવી પણ વ્યવસ્થા કરાશે.

Tags :
gujaratgujarat newsmorbi newsMorbi Patidar meeting
Advertisement
Next Article
Advertisement