For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં ગુજરાતની માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશ

03:40 PM Dec 06, 2024 IST | Bhumika
ફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં ગુજરાતની માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશ
Advertisement

ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કના આધારે ફાઈવ સ્ટાર પ્લસ રેટિંગમાં 4 યુનિવર્સિટીમાંથી ગુજરાત યુનિવર્સિટી પ્રથમ નંબરે આવી હતી. જેમાં આ વિભાગ દ્વારા નવ જેટલી કેટેગરીના રેટિંગમાં 524માંથી 34 કોલેજને ફાઇવ સ્ટાર રેન્ક આપવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે ફાઇવ સ્ટાર રેટિંગ આપેલ યુનિવર્સિટીમાંથી નેશનલ રેટિંગમાં ટોપ 100માં માત્ર એક જ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ.નો પણ ક્યાંય પતો નથી.

ઇનોવેશનના રેટિંગમાં મેળવવામાં ખાનગી યુનિવર્સિટીઓ બાજી મારી હતી. જેમાં ટીચીંગ, લર્નિંગ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસીસ, ગ્રેજ્યુએશન આઉટ કમ્સના આધારે રેટિંગ આપવામાં આવ્યા હતા. રાજ્યની 100 કરતા વધુ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાંથી 38 ને જ રેટિંગ આપવામાં આવ્યા છે.

Advertisement

ફાઈવ સ્ટાર પ્લસ મેળવનાર યુનિવર્સિટીઓ

  • ગુજરાત યુનિવર્સિટી
  • PDPU
  • નિરમા યુનિવર્સિટી
  • સેપ્ટ યુનિવર્સિટી
  • ફાઈવ સ્ટાર મેળવનારી યુનિવર્સિટીઓ
  • અમદાવાદ યુનિવર્સિટી
  • ચરોતર યુનિવર્સિટી સાયન્સ ટેકનોલોજી
  • આઇઆઇટી રામ
  • નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી
  • ડીએ આઇઆઇટીસી
  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
  • ગણપતિ યુનિવર્સિટી
  • જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી
  • ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ
  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી
  • અનંત નેશનલ યુનિવર્સિટી
  • કામધેનુ યુનિવર્સિટી

    ---------------------------------------------------------------------------------

Advertisement
Tags :
Advertisement
Advertisement