લેખિતમાં આપો તો જ ખાડા બુરાશે!
મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે આવી છે. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જનતાનું કામ કરવા કહ્યું તો નાયબ ઈજનેરે ખાડા નહીં પૂરાય તેવું ફોન પર કહી દીધું હતું. ધારાસભ્ય અને અધિકારી વચ્ચેની વાતનો ઓડિયો વાયરલ થયો હતો.મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે આવી છે.
ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જનતાનું કામ કરવા કહ્યું તો નાયબ ઈજનેરે ખાડા નહીં પૂરાય તેવું ફોન પર કહી દીધું હતું. ધારાસભ્ય અને અધિકારી વચ્ચેની વાતનો ઓડિયો વાયરલ થયો હતો. ધારાસભ્યએ લોકોની હાજરીમાં જ ફોન કર્યો હતો. તેમણે નાયબ ઈજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા કહ્યું હતું. નાયબ ઈજનેરે ધારાસભ્યને લેખિતમાં આપવા કહ્યું હતું. ખાડા પૂરવાની સીધી જ ના પાડી દેતા ધારાસભ્ય અકળાયા હતાં.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો વારંવાર ફરિયાદો કરે છે કે, અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. ત્યારે મહેસાણામાં વધુ એક અધિકારીની મનમાની સામે આવી છે. નાયબ ઈજનેરે ધારાસભ્યને ઘસીને ખાડા નહીં પૂરાય તેવું કહેતા મામલો બિચક્યો છે. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને નાયબ ઈજનેર ઓજસ પટેલ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લોકોની હાજરીમાં અધિકારીને ખાડા પૂરવાની રજૂઆત માટે ફોન કર્યો હતો. ત્યારે અધિકારીએ ધારાસભ્યને સીધુ જ કહી દીધું હતું કે, ખાડા નહીં પૂરાય.
કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ તાલુકા પંચાયતના નાયબ ઈજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા માટે લોકોની હાજરીમાં ફોન કર્યો હતો. નાયબ ઈજનેરે તેમને લેખિતમાં આપવાની વાત કરી હતી. ત્યારે ધારાસભ્ય એ કહ્યું હતું કે, લેખિત નહીં મળે એમ જ ખાડા પૂરો. ત્યારબાદ ઓજસ પટેલે ખાડા પૂરવા સીધી જ ના પાડી દીધી હતી. ત્યારબાદ મામલો બીચક્યો હતો અને ધારાસભ્યએ ઈજનેરને ઓફિસે પહોંચવા કહ્યું હતું. આ મામલે ઓજસ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, રોડ મંજૂર થઈ ગયો છે અને ધારાસભ્ય સાથે વાત થઈ ગઈ છે.