For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશે

04:50 PM Feb 28, 2025 IST | Bhumika
rteમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93 527 બેઠક પર પ્રવેશ અપાશે

Advertisement

ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ આજે 28 ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂૂ થયું છે. 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. અરજદારોએ ઓનલાઈન અરજી https://rte. orpgujarat.com પર કરી શકાશે.

ગુજરાતના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો. 1માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા-જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો. 8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે. જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામાં આવશે.

Advertisement

RTEમાં ગુજરાતમાં 93,527 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સૂચિ 27 માર્ચે જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ખોટા ડોક્યુમેન્ટસના આધારે એડમીશન લેતા અમદાવાદમાં 197, સુરતમાં 108 વિદ્યાર્થીઓનાં એડમિશન રદ કરવામાં આવેલા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી સ્કૂલમાં 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા.

ગત વર્ષ કરતા પ્રવેશ પાત્ર ખાનગી સ્કૂલોની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ 1થી 8 સુધી ખાનગી સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025માં 592 ખાનગી સ્કૂલમાં 4,453 સીટ છે. એટલે કે, આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે ગત વર્ષ 2024માં 589 ખાનગી સ્કૂલમાં 3,713ની ઇન્ટેક કેપેસિટી હતી. એટલે કે, ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી સ્કૂલોમાં 3નો વધારો થયો છે, જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement