જામનગર માર્કેટ યાર્ડ પાસે એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ત્રણ માસ સુધી બંધ
જામનગર માં હાપા તરફ ના માર્ગે મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નું કામ કરવામાં આવનાર છે.આથી ત્રણ માસ માટે એક તરફ નો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.જે અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાની હદમાં જામનગર રાજકોટ મુખ્ય રસ્તા થી હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવતા સેન્ટ્રલ વેરહાઉસ, હાપા થી રેલ્વે ફાટક થઈ હાપા માર્કેટિંગ યાર્ડ થઈ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી. પી. રોડ સુધી આવતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજ ના મધ્યરેખા થી દક્ષિણ દિશા તરફ ના સર્વિસ રસ્તા માં ભૂગર્ભ ગટર ની મુખ્ય પાઈપ લાઈન નાખવા ની કામગીરી અનુસંધાને અને સલામતી ના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવા ના હેતુ થી તા.11-11-2025 થી 3 માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે . આ માટે ની જાહેર નોટીસ દ મ્યુનિ. કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેનો અમલ કરવાનો હુકમ કરવમાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમ નો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર રાજકોટ મુખ્ય રસ્તા થી હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવતા સેન્ટ્રલ વેરહાઉસ, હાપા થી રેલ્વે ફાટક થઈ હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી. પી. રોડ સુધી આવતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર રાજકોટ મુખ્ય રસ્તાથી હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આવતા સેન્ટ્રલ વેરહાઉસ, હાપા થી રેલ્વે ફાટક થઇ હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી. પી. રોડ સુધી આવતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી ઉતર દિશા તરફના સર્વિસ રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.