For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં બ્રેઝા કારમાં 215 દારૂની બોટલ લઈ જતો એક ઝડપાયો

12:11 PM Feb 24, 2024 IST | Bhumika
મોરબીમાં બ્રેઝા કારમાં 215 દારૂની બોટલ લઈ જતો એક ઝડપાયો

મોરબીના રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ- 215 કિ.રૂ 92,805/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂ. 4.97,805/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ટીમે ઝડપી પાડયો છે.

Advertisement

મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની બ્રેઝા કાર નં. GJ-36-L-3120 વાળીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે જે ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ -215 કિં રૂૂ.92,805 તથા બ્રેઝા કાર નં- GJ-36-L-3120 કિં રૂા. 4,રર,રરર/- તથા મોબાઇલ ફોન નંગ-01 કી.રૂ 5,000/- મળી કુલ કી.રૂ.4,97,805/- નો મુદામાલ સાથે એક આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા રહે. રવાપર ગામ શિવ શક્તિ સોસાયટી તા જી. મોરબીવાળો મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ અન્ય એક શખ્સ દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે. હાલ મોરબી વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement