For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત

11:57 AM Jun 16, 2025 IST | Bhumika
માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત

એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર

Advertisement

માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની ઓરા મોડલની ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઇક પર સવાર યુવકને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. આ બનાવમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઈ ખીંટ (ઉ.વ.36) એ આરોપી હ્યુન્ડાઈ કંપનીની ઓરા મોડલની ગાડી રજીસ્ટર નંબર -જીજે-36-એજે-5883 ના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી હુંન્ડાઇ કંપનીની ઓરા મોડલની ગાડી રજીસ્ટર નં-GJ-36-AJ-5883 વાળી પુરઝડપે બેદરકારીથી મનુષ્યની જીંદગી ઝોખમાય તે રીતે ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી તથા સાથી પોતાનુ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં-GJ-03-DR-9204 વાળાની ઓવરટેક કરવા જતા પાછળથી ટક્કર મારી રોડ ઉપર પાડી દઇ ફરીયાદીને શરીરે નાની મોટી ઇજા જેમા નાકના ભાગે ફેકચર જેવી ઇજા કરી તેમજ ફરીયાદી સાથે રહેલ વ્યકિતને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સાથી વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Advertisement

પડી જતા મોત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.46) રહે. મધ્યપ્રદેશવાળાને અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement