દ્વારકાના આધેડે ગંભીરા પુલ દુર્ઘટનામા જીવ ગુમાવ્યો : એકને ઇજા
વડોદરા નજીક પાદરા માર્ગ પર ગંભીરા પુલ દુઘર્ટના બુધવારે સવારે સર્જાઇ હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હોવાનુ બહાર આવ્યુ છે.જયારે પરીવાર સાથે નિકળેલો અન્ય એક યુવક પણ ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં ખસેડાયો હોવાનું ખુલ્યું હતુ.
બુધવારે સવારે વડોદરા પાસે પાદરા જતા રસ્તા પાસે ગંભીરા પુલનો 120 ફૂટ જેવડો ભાગ ધડાકા સાથે તૂટી પડતા પુલ પર ચાલતા વાહનો ઓચિંતા પાણીમાં પડતા એકવીર વ્યક્તિના કરુણ મૃત્યુ નિપજ્યા હતા.જેમાં વાહનો લઈને જતા દ્વારકાના બે વ્યક્તિ પણ આ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયા હતા જેમાં એકનું મૃત્યુ તથા એકને ગંભીર ઇજા થઇ છે. દ્વારકા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ડુડાભાઈ નામનો 30 વર્ષનો યુવાન વાહન સાથે પરિવારજનો સાથે નીકળ્યો હતો જેને આ અકસ્માતમાં ગંભીર ઇજા પગ માથામાં થઈ હતી જેને વચાવ ટુકડીએ રેસ્કયુ કરીને નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો.
જયારે નદીમાં કીચડ હોય તેમાં એક ટૂંક ખૂંચી ગયો હોય, હિટાચી તથા હાઈદ્રા મશીનોમાં વાયરો સાથે આ ટ્રેકને ખેંચીને સીધો કરાતા તેમાંથી વધુ ત્રણ મૃતદેહો નીકળ્યા હતા જેમાં દ્વારકાના મહેન્દ્રભાઈ પરબતભાઈ હાથીયા નામના એક વ્યક્તિનો સમાવેશ થાય છે જે મૃત્યુ પામ્યો હોવાનું સરકારી તંત્ર દ્વારા જણાવાયું હતું. ગંભીરા દુર્ઘટામાં દ્વારકા વિસ્તારના એકનું મોત અને એકને ગંભીર ઇજાના બનાવે દેવભૂમિ પંથકમાં શોકની લાગણી છવાઈ છે.