જેતપુરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું ત્રીજા માળેથી પટકાતા મોત
જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક પાંચ વર્ષનો બાળક બારીએથી અકસ્માતે નીચે પટકાતા બાળકને તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ હેમરેજ થતાં મોત નીપજ્યું હતું.શહેરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જાનવીબેન દેવમુરારી નામની મહિલા પોતાની ત્રણ પુત્રી મહેક, વૃંદા, સેજલ અને એક પુત્ર જયરાજ ઉ.વ. 5 એમ ચાર સંતાનો સાથે ત્રીજા માળે રહે છે. જેમાં આજે બપોરના સમયે જાનવીબેન ઘરમાં સુતા હતા ત્યારે પુત્ર જયરાજ ઘરમાં રમતો હતો.
જેમાં રમતા રમતા જયરાજ અકસ્માતે બારીએથી નીચે પટકાતા અવાજ આવતા શેરીના સૌ કોઈ ઘરની બહાર નીકળી ગયા હતાં.
ઉપરથી જાનવીબેન પણ પુત્રીઓ સાથે આવી જતા જયરાજને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં ડોક્ટરે ઇજાગ્રસ્ત જયરાજને તપાસી તેને મૃત જાહેર કર્યો એટલે તો હજુ સારવાર મળે તે પૂર્વે માથામાં હેમરેજ થવાના કારણે જયરાજનું મોત થયેલ. ત્રણ બહેનોનો એકનો એક ભાઈનું અકસ્માતે મોત થતા બહેનોના રુદનથી હોસ્પિટલમાં આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું.