ખ્યાતિ હોસ્પિટલમાં ધરાર હાર્ટ સર્જરીથી વધુ એકનું મોત
ગાંધીનગરના શેરથાના દર્દીનું ઓપરેશનના ત્રીજા દિવસે મૃત્યુ નીપજ્યું
ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કૌભાંડી કરતૂતોના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું મોત થયું છે.
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એક દર્દીનું મોત થયું છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોના વાંકે ગાંધીનગરના શેરથા ગામના વ્યક્તિનું દુ:ખદ મોત થયું છે. હોસ્પિટલની બેદરકારીને કારણે કનુભાઇ પટેલનું ઓપરેશનના ત્રીજા દિવસે મોત નીપજ્યું થતાં ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલ પર આક્રોશ વ્યાપ્યો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2022માં ખ્યાતિ હોસ્પિટલે સરકારી યોજનાના પૈસા પડાવવા ફ્રી કેમ્પ કર્યાનો ખુલાસો થયો છે. 2022માં 17 લોકોને હોસ્પિટલ લાવી 7 સ્વસ્થ લોકોને સ્ટેન્ટ લગાવી દેવાયા હતા.
વર્તમાનામાં ચર્ચામાં આવેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. તો અન્ય 5 ઈંઈઞમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ઙખ-ઉંઅઢ યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા. જો જેના પગલે કાર્યવાહીનો દોર પણ સરકારે શરૂૂ કર્યો છે.
બ્લોકેજ હોય કે નહીં દરરોજની 30 સર્જરી ઝીંકી નાખવાનો ટાર્ગેટ હતો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના સ્ટેન્ટ મુકતા સમયે મોતના અને ખોટા રિપોર્ટ બનાવીને સર્જરી કરવાના મામલે દાખલ થયેલી ફરિયાદ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એલ. એલ ચાવડા અને તેમના સ્ટાફે ડોક્ટરને ડો. પ્રશાંત વઝીરાણીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. વઝીરાણી પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ડોક્ટરને હોસ્પિટલમાં ચાલતા કૌભાંડની તમામ માહિતી હતી. જેમાં 40 ટકાથી ઓછું બ્લોકેજ હોય તો પણ તે હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂત સાથે મળીને ઙખઉંઅઢની ફાઇલમાં ખોટા રિપોર્ટ ફાઇલ કરીને સર્જરી કરતો હતો. આ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં ઙખઉંઅઢ હેઠળ 30થી વધુ સર્જરીનો ટાર્ગેટ નક્કી કરાયો હોવાની વિગતો પોલીસને મળી છે. ડો. પ્રશાંતની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલ ઙખઉંઅઢ હેઠળ એન્જિયોપ્લાસ્ટીના દોઢ લાખ રૂૂપિયા લેતી હતી. જ્યારે પ્રશાંતને સર્જરી કરવા માટે 15 હજાર રૂૂપિયા આપવામાં આવતા હતા. આ સિવાય એન્જિયોગ્રાફીના 800 રૂૂપિયા મળતા હતાં. ઙખઉંઅઢહેઠળ અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં કેટલી સર્જરી કરવામાં આવી છે? તે અંગેની વિગતો પોલીસે મંગાવી છે.