For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સો દુ:ખોની એક જ દવા-આત્મનિર્ભર ભારત: મોદી

03:54 PM Sep 20, 2025 IST | Bhumika
સો દુ ખોની એક જ દવા આત્મનિર્ભર ભારત  મોદી

ભાવનગરમાં સમુદ્ર સે સમૃધ્ધિ કાર્યક્રમમાં ગુજરાત દેશના 1 લાખ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા કહ્યું, ભારતનો વિશ્ર્વમાં કોઇ દુશ્મન નથી, આપણો મોટો શત્રુ હોય તો અન્ય દેશો પર નિર્ભરતા: ‘ચિપ હોય કે શિપ’નો નવો મંત્ર

Advertisement

વડાપ્રધાન મોદીએ આજે ભાવનગરમાં જુસ્સાદાર પ્રવચન કર્યું હતું. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ તેમણે રોડ શો પણ યોજ્યો હતો. જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત સમુદ્ર સે સમુદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ હતી.

જવાહર મેદાનમાં આયોજીત વિશાળ સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.

Advertisement

તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વ ભાઇચારાની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. દુનિયામાં આપણો કોઇ દુશ્મન નથી. આપણો સૌથી મોટો દુશ્મન જો કોઇ હોય તો એ બીજા દેશો પર આપણી નિર્ભરતા છે. આપણે સાથે મળીને આ દુશ્મનને હરાવવો જોઇએ. વિદેશી નિર્ભરતા જટેલી વધારે હશે તેટલી દેશની નિષ્ફળતા વધારે હશે. વૈશ્વિક શાંતિ સ્થિરતા અને સમૃધ્ધિ માટે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રએ આત્મનિર્ભર બનવું પડશે. આપણે ભાવી પેઢીઓનું ભવિષ્ય જોખમમાં મુકી શકીએ નહી.

ગુજરાતીમાં એક કહેવત છે, 100 દુ:ખની એક દવા, અને મારા મતે, આ 100 દુ:ખોની એક જ દવા છે - આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 17 સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્રભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન થતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આવકારવા માટે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એસ.એસ. કોલેજ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને સર બીપીટીઆઈ કોલેજના NSS (નેશનલ સર્વિસ સ્કીમ)ના સ્વયંસેવકો માય ભારતના લોગોવાળા ટી-શર્ટ અને કેપ પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સત્કારવા માટે અનેરી આતુરતા બતાવી હતી.

કોંગ્રેસ સરકારની નીતિઓથી ભારે નુકસાન થયું
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું, ભારતમાં ક્ષમતાની કોઈ કમી નથી, પરંતુ સ્વતંત્રતા પછી, કોંગ્રેસે ભારતની દરેક શક્તિને અવગણી. ભારતે આત્મનિર્ભર બનવું જોઈએ અને વિશ્વ સમક્ષ મજબૂત રીતે ઊભું રહેવું જોઈએ. ભારત પાસે ક્ષમતાની કોઈ કમી નથી, પરંતુ સ્વતંત્રતા પછી, કોંગ્રેસે ભારતની બધી ક્ષમતાઓને અવગણી. તેથી, સ્વતંત્રતાના 6-7 દાયકા પછી પણ, ભારતને તે સફળતા મળી નથી જે તે લાયક હતી. આના બે મુખ્ય કારણો હતા. લાંબા સમય સુધી, કોંગ્રેસ સરકારોએ દેશને લાઇસન્સ-ક્વોટા રાજમાં ફસાવ્યો, તેને વિશ્વ બજારથી અલગ રાખ્યો. પછી, જ્યારે વૈશ્વિકરણનો યુગ આવ્યો, ત્યારે આયાત એકમાત્ર રસ્તો હતો. હજારો, લાખો અને કરોડોના કૌભાંડો થયા. કોંગ્રેસ સરકારોની નીતિઓએ દેશના યુવાનોને ખૂબ નુકસાન પહોંચાડ્યું. આ નીતિઓએ ભારતની સાચી તાકાત જાહેર થતી અટકાવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement