For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ટ્રક ડીવાઇડર કૂદી બાઇક સાથે ધડાકાભેર અથડાતા, એકનું મોત

11:33 AM May 01, 2025 IST | Bhumika
ભાવનગરમાં ટ્રક ડીવાઇડર કૂદી બાઇક સાથે ધડાકાભેર અથડાતા  એકનું મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ કોબડી ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક રોડ પરનું ડીવાઈડર ઓળંગી બાઈક સાથે અથડાતા બાઇકસવાર યુવાનનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બાઈકચાલકને ગંભીર ઇજા થઈ હતી.આ પણ અધુરૂૂં હોય તેમ અકસ્માતના કારણે ટ્રકમાં રાખેલી લોખંડની એન્ગલ ઉડીને સવસ રોડ પર જઈ રહેલા ટ્રેક્ટર ઉપર પડતા ટ્રેક્ટરને પણ નુકસાન થયું હતું.

Advertisement

ત્રિપલ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા અજયભાઈ લાભુભાઈ કંડોળિયા અને તેની સાથે ઓફિસમાં કામ કરતા જગદીશભાઈ તેમના મોટર સાયકલ પર તથા અન્ય એક મોટર સાયકલમાં આકાશભાઈ ગોહિલ અને દિલીપભાઈ ડાભી ગત રાત્રિના સુમારે ભાવનગરથી પાંચપીપળા ગામે ધામક કામે જવા નીકળ્યા હતા.

દરમિયાનમાં બન્ને મોટર સાયકલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ વે પર આવેલ કોબડી પુલ પર પહોંચતા સામેથી આવી રહેલ ખુલ્લી બોડીવાળા ટ્રક નં.જીજે.04.એએક્સ. 9494ના ચાલકે પોતાનો ટ્રક પૂરપાટ ઝડપે ચલાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રોડ વચ્ચેનું ડીવાઈડર ઓળંગી બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો.

Advertisement

જેના કારણે બે પૈકી એક મોટર સાયકલ પર સવાર અજયભાઈ કંડોળિયાને માથા તથા પગના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે, બાઈકચાલક જગદીશભાઈને ગંભીર ઈજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જયારે, આ અકસ્માત બાદ ટ્રકમાં રાખેલ લોખંડની એન્ગલ ઉડીને સવસ રોડ પર જઈ રહેલા ટ્રેક્ટર ઉપર પડતા ટ્રેકટરના આગળના ભાગે નુકસાન થયું હતું. બનાવ અંગે મૃતક અજયભાઈના ભાઈ વિજયભાઈ લાભુભાઈ કંડોળિયાએ ટ્રકના ચાલક વિરૂૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જી તેમના ભાઈનું મોત નિપજાવ્યાની અને અન્યને ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement