મોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે ધોધમાર વરસાદ શરુ થયો હતો મોરબી અને ટંકારા પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા પાણી પાણી થયા હતા ઓચિંતા વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઇ હતી.
મોરબી જીલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ વરસ્યો હતો મોરબી અને ટંકારામાં ધોધમાર વરસાદ શરુ થયો હતો ટંકારાની મુખ્ય બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા હતા તો મોરબીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા મોરબી જીલ્લામાં સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 25 મીમી, માળિયા તાલુકામાં 05 મીમી, ટંકારા તાલુકામાં 21 મીમી, તેમજ હળવદમાં 04 અને વાંકાનેરમાં 03 મીમી વરસાદ નોંધાયો છે મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, રવાપર ચોકડી, અવની ચોકડી, સામાકાંઠે ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તેમજ ટંકારા મુખ્ય બજારમાં પાણી પાણી જોવા મળ્યું હતું મચ્છુ 3 ડેમ 100 ટકા ભરેલો છે અને વરસાદને કારણે ઉપરવાસની આવક થવાને પગલે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવ્યો છે.