દર દસમાંથી એક વ્યક્તિને ક્રોનિક કિડની ડીસીઝનો ખતરો
સી.કે.ડી. વિશ્ર્વમાં મૃત્યુનું આઠમું મુખ્ય કારણ, સરવેમાં 1042માંથી માત્ર 7% વિદ્યાર્થીઓને કિડનીની ક્ષમતાની જાણકારી
ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100 થી વધુ દેશોમાં 13 માર્ચ 2025ના દિવસે 20 માં કિડની આરોગ્ય જાગૃતિ દિવસની ઉજવણી થશે. વિશ્વ કિડની દિવસ - 2025 નું સ્લોગન છે "શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરી, કિડનીને બચાવો છે. આ સંદર્ભે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેટી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વિશે અતિ ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા 1042 વિધાર્થીઓમાંથી, માત્ર 7% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆરની તપાસ જરૂૂરી છે.
જયારે વિશ્વ કિડની દિવસ 202પ ની થીમ શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કટો. કિડનીને બચાવો," ત્યારે 93% વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! આ સંદર્ભે રાજકોટની જાણીતી કિડની એજ્યુકેશન વેબસાઇટ વિશ્વભરના લોકોને 40 ભાષામાં એટલે કે તેમની માતૃભાષામાં કિડની અંગે નિ:શુલ્ક સંપૂર્ણ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા અને વિશ્વના 100 થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ૂૂૂ.ઊંશમક્ષયુ ઊમીભફશિંજ્ઞક્ષ.ભજ્ઞળ વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.
વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને ક્રોનિક કિડની ડીસીઝ (સી.કે.ડી.) થવાનો ભય રહે છે. ક્રોનિક કિડની ડીસીઝ એ હવે વિશ્વમાં મૃત્યુનું 8મું મુખ્ય કારણ બની ગયું છે. સી.કે.ડી. ની તકલીફ ધરાવતા 90% લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે. દર 3 માંથી 1 ડાયાબિટીસના દર્દીને કિડની રોગ થવાનો ભય રહે છે. થણા કેસોમાં ક્રોનિક કિડની ડીસીઝ અટકાવી શકાય છે, રાજકોટના વરિષ્ઠ નેફોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન વેબસાઈટ (40 ભાષાઓમાં ઉપલબ્ધ) ના સ્થાપક ડો. સંજય પંડ્યા ચેતવણી આપે છે કે આ ચોકાવનારા સર્વેના પરિણામો સામાન્ય જનતામાં કિડની રોગ અંગેની પ્રાથમિક માહિતી અને જાગૃતિના ગંભીર અભાવ ને દર્શાવ છે.
ડો. સંજય પંડ્યા દ્વારા કિડની વિશે પ્રાથમિક માહિતી આ મુજબ છે. કિડની ફેલ્ચર એટલે શું? જયારે બંને કિંડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન નું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે. દર્દીની એક કિડની સાવ બગડી જાય તો દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. ક્રોનિક કિડની ડીસીઝ -સી.કે.ડી. એટલે શું? ધીમે ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે સી.કે.ડી કહે છે. શું તમે જાણો છો? ક્રોનિક કિડની ફેલ્યર સાઇલેન્ટ કિલર છે નિદાન અને સારવાર અતિ ગંભીર પ્રશ્ન કેટલાક દર્દીઓમાં બંને કિડની 90% બગડી જાય ત્યાં સુધી કોઈ નોંધપાત્ર તકલીફ જોવા મળતી નથી.
કિડની સ્વસ્થ રાખવા માટે વિનામૂલ્યે 40 ભાષામાં રસપ્રદ માહિતી આપતી વિશ્વની એકમાત વેબસાઈટ ૂૂૂ.ઊંશમક્ષયુ ઊમીભફશિંજ્ઞક્ષ. ભજ્ઞળ કિડની રોગી સાથે સ્વસ્થ રહેવા માટે સૌથી વધુ 40 ભાષામાં જાણકારી: વિશ્વના દરેક ભાગમાં વ્યક્તિ પોતાની માતૃભાષામાં જાણકારી સરળતાથી મેળવી શકે તે માટે આ વેબસાઇટમાં 40 ભાષામાં કિડની વિશે સંપૂર્ણ માહિતી નિશુલ્ક ઉપવાય છે. રા0 પાનાનું તમારી કિડની બચાવો" પુસ્તક 40 ભાષામાં અનુકૂળતા મુજબ વિનામૂલ્ય વાંચન કરવા માટે ઓનવાઇન રીડીંગ પીડીએફ ડાઉનલોડ તથા વ્હોટસએપ (9426933238) દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો છે. ચેન્નાઇમાં તામિલનાડુના આરોગ્ય મંત્રી દ્વારા ડો. સંજય પંડ્યા ને "લા-રેનોન ટેન્કર ફાઉન્ડેશન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?
કંડનીને સલામત, તંદુરસ્ત રાખવાના ઉપયોગી સરળ સૂચનો: 1. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, 2. પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ધી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ 5-6 ગ્રામથી ઓછું લેવું જોઇએ. 3. ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો-ડાયાબીટીસનાં 40% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. તેથી ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો કિડની ચેકઅપ અચૂક કરાવવું જોઇએ. 4. લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો: લોહીનું દબાણ 130/80 થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. 5. પાણી વધારે પીવું તંદુરસ્ત વ્યકિતએ રોજ 2 લીટર (10-12 ગ્લાસ) થી વધુ પાણી પીવું. 6. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂૂનો ત્યાગ કરવો. 7. ડોકટરની સલાહ વગર વાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી. દેશી દવા કિડનીને નુકશાન કરી શકે છે. 8. રૂૂટીન હેલ્થ ચેક અપ કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને હર વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે કિડની ચેકઅપ (લોહીનું ઇમાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઈએ. 9. કિડનીનાં રોગના ચિંદ્દો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પારે તમાર કરાવવી.
કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો
કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણો. કિડની રોગના ચેતવણીજનક ચિન્હો: " નબળાઈ લાગવી, થાક લાગવો. " ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા. " આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા. * નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો. લોહીમાં ફિક્કાશ હોવી. " પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું જો કોઈ વ્યકિતને આ મુજબના ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂૂરી છે. કિડનીની તકલીફ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ કારણોથી જોખમ વધુ રહે છે. ડાયાબીટીસની બીમારી, લોહીનું દબાણ ઉંચુ હોવું અથવા વજન અતિ વધારે હોવું (ઘબયતશિું).
* કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય * મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય * વાંબા સમય માટે દ:ખાવાની દવા લીધી હોય અથવા ધૂપ્રપાનની ટેવ હોવી.