ગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોત
11:57 AM Sep 17, 2025 IST | Bhumika
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કેરાળાથી બોટાદ જવાના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો છે. હરિપર ગામ નજીક ફોરવ્હીલર કાર કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
Advertisement
અકસ્માત સમયે કારમાં દવાનો જથ્થો ભરેલો હતો. કાર ચલાવી રહેલા વ્યક્તિએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલમાં જઈને પડી હતી. આ અકસ્માતમાં રાજેન્દ્રસિંહ ભીખુભાઈ ઝાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
કારમાં સવાર અન્ય વ્યક્તિ અફઝલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક રાજેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત અફઝલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement