ભાવનગરમાં ત્રણ માળનું મકાન તૂટી પડતા એકનું મોત: પાંચને ઇજા
મોડીરાત્રે સર્જાયેલી દુર્ઘટના, ફાયરબ્રિગેડે છ લોકોને બચાવ્યા
ભાવનગર શહેર માં આનંદનગર વિસ્તારમાં વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન ધરાસાઈ થતાં પાંચ અને ઈજા પહોંચી છે અને એકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે ફાયર બ્રિગેડના સ્ટાફે સાડા ત્રણ કલાકની જહમત બાદ કાટમાર માં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર શહેરના આનંદ નગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયામાં ગઈ રાત્રે 11 વાગે ત્રણ માળ નું એક મકાન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ત્રણ જેસીબી સાથે દોડી ગયો હતો.ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે સાડા ત્રણ કલાકની જહેમત બાદ મકાનના કાટમાળમાં દટાયેલા છ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં કરણભાઈ શામજીભાઈ બારૈયા ઉ.વ. 22 નું મોત નિપજ્યું છે.
જ્યારે પ્રવીણભાઈ વાળંદ, ભારતીબેન વાળંદ, એક બાળક અને બે બાળકી સહિત પાંચ લોકોને ઇજા પહોંચતા ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવથી ભારે દેકારો મચી જવા પામ્યો હતો. આ બનાવવાની જાણ થતા જ જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર મીના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના રાજુ રાબડીયા, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, દિવ્યેશભાઈ સોલંકી, જીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.