ભાવનગરમાં મકાનમાંથી નશાકારક સિરપની 919 બોટલ સાથે એક ઝડપાયો
ભાવનગર સ્પેશ્યિયલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાદ મળી હતી કે શહેરના ઘોઘા રોડ વિસ્તારના રહેણાંકી મકાનમાં સિરપની આડમાં નશાકારક પ્રવાહી નું વેચાણ કરતા એક શખ્સને 919 બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે એક શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે એસઓજી કચેરી એથી મળતી માહિતી મુજબ એસઓજીની ટીમે શહેર ના ઘોઘા રોડ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવેશ ઉર્ફ ડબલ બાટલો રમેશભાઈ મકવાણા ઉ.મ.27 રહે.કૈલાસ સોસાયટી ઘોઘા રોડ વાળાના રહેણાંકી મકાનને સ્થળે રેડ કરી નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સના મકાનમાંથી Codeine Phosphateનું ઘટક તત્વ ધરાવતી કફ શિરપની લખેલ બોટલ નંગ 919 કિંમત રૂપિયા 1,36,931 તથા મોબાઈલ કિંમત રૂપિયા 5000 સહિત કુલ કિંમત રૂૂપિયા 1,41,931નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, જ્યારે કમલેશ જગજીવન યાદવ રહે.પ્રભુદાસ તળાવ રૂૂવાપરી રોડ વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, એસઓજી પોલીસે ભાવેશને ઝડપી લઈ તેની સામે NDPS એક્ટની ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ નાર્કોટિક ડ્રગ્સની બંદીને સંપૂર્ણ નાબૂદ કરવા માટેNO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક ને ધ્યાને આવેલ કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ કોડીન તથા ટેબલેટ ટ્રોમાડોલ નામને નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ કરી ગુનેગારો ગુનો આચરતા પૂર્વ કરતા હોય તથા યુવા ઘન આવી ગોળીઓ તથા સીરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ બિનઅધિકૃત વેચાણઓ ને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.