જૂના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ અને બિયર સાથે એક ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. જેની પૂછપરછ માં સપ્લાયર નું નામ ખુલ્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડિયા ગામમાં રહેતો ભાવેશ ભરતભાઈ સરવૈયા નામનો શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી 34 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી અને 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
આથી પોલીસે ઈંગ્લીશ દારૂૂ અને બીયર સહિત રૂૂપિયા 21,000 ની માલમતા કબજે કરી લીધી છે, અને આરોપી ભાવેશ સરવૈયા ની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ માં ઉપરોક્ત બિયર અને દારૂૂ ગોવાના ના સંજુભાઈ ગબ્બર નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.