મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડી જતાં દોઢ વર્ષના માસુમનું મોત
11:57 AM Nov 26, 2025 IST
|
Bhumika
Advertisement
શોભેશ્ર્વર રોડ પર મફતિયાપરામાં ઘટના બની
Advertisement
શોભેશ્વર રોડ પર રહેતા પરિવારનો દોઢ વર્ષનો પુત્ર રમતા રમતા ગરમ પાણીના તપેલા પર પડી જતા દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો સારવારમાં માસૂમનું મોત થતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયાપરા મામા દેવના મંદિર પાસે રહેતા શિવમ ગોવિંદભાઈ ગમારા (ઉ.વ.18 માસ) વાળો રાત્રીના આઠેક વાગ્યે ઘરે રમતો હતો અને આંગણામાં ગરમ ઉકળતા પાણીનું તપેલું ભરેલું હતું અને શિવમ રમતા રમતા કુતરીના ગલુડીયા પાછળ દોડવા જતા ઠેસ આવતા ગરમ પાણીના ભરેલા તપેલા પર પડી જતા શરીરે છાતી અને પેટ તથા વાસાના ભાગે ગંભીર રીતે દાઝી જતા મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો સારવારમાં માસૂમનું મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement