For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યો

02:14 PM Sep 29, 2025 IST | Bhumika
ચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યો

Advertisement

વીજળીના કડાકા ભડાકા અને પવનની ઝડપે મચાવ્યો તરખાટ

પવિત્ર યાત્રાધામ ચોટીલા વિસ્તારમાં ગત સાંજે જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે નવરાત્રીના નવલા દિવસમાં મેઘરાજા તરખાટી રૂૂપ સાથે દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યો હતો.

Advertisement

સાંજ થી રાત્રી સુધી ઝપાટા ભર્યા ઝાપટા સાથે વરસતા વરસાદને કારણે ગરબી આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો અને શેરી ગરબા રમતી બાળાઓ અને ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન સમાન બનેલ હતો. તેમજ ચોટીલા હાઇવે ઉપર અનેક સ્થળોએ બગડેલા રોડ અને ગાબડા રાજ મા પાણી ભરતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઇ હતી, ચોટીલા ખાતે જીજ્ઞેશ દાદા ની દેવી ભાગવત કથા મંડપ સ્થળે પણ વરસાદની અસર જોવા મળેલ હતી ડોમ ની આગળ વધારેલ ભાગ પવનની અસર નો ભોગ બનેલ અને ડોમની અંદર પણ વરસાદી પાણી ઘુસ્યા હતા જોકે આયોજકો દ્વારા વહેલી સવારથી જહેમત ઉઠાવી તમામ બાબતનો નિકાલ કરી કથા ગાન ને રાબેતા મુજબ રાખવામાં આવેલ હતી.

ખેડૂતો માટે આસો માસમાં વરસેલા વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો હતો અને ખાસ કરીને કપાસના આગોતરા વાવેતર કરનાર માટે નુકશાન થવાની સંભાવના જગતાત દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. પવનને કારણે કપાસ આડો પડી ગયાની વિગતો મળી રહેલ છે.

તો કેટલાક ખેડૂતો 20% નુકશાન સાથે વરસાદ ફાયદાકારક પણ હોવાનું જણાવી રહ્યા છે.ચોટીલા આણંદપુર ચોકડી, જલારામ મંદિર અને ચાણપા પુલ પાસે નવા સીક્સ લેન હાઇવે ઉપર અસંખ્ય ખાડાઓ અને ધોવાયેલ રોડ ઉપર પાણી ભરાતા રાત્રીના વાહન ચાલકોને મહા મુશ્કેલી સમાન બનેલ હતા ચોટીલા શહેરમાં ગત સાંજ થી રાત્રીના બે વાગ્યા સુધીમાં સરકારી ચોપડે 38 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે લોકો વરસાદની આગાહી ઉપર પણ ચર્ચા કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement