રાજકોટ જિલ્લામાં એક દિવસમાં SIRના સવા લાખ ફોર્મ ભરાયા
રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ કામગીરીને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રવિવારના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં બુથવાર ફોર્મ વિતરણ અને નાગરિકોની કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 1.25 લાખ (સવા લાખ) લોકોએ ફોર્મ ભરીને પરત કર્યા હતા.અત્યાર સુધીમાં 4.50 લાખ લોકોનું ની ડેટા એન્ટ્રી સહિતની તમામ કામગીરી પૂર્ણ થઇ છે. SIR કામગીરી શરૂૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 4.50 લાખ (સાડા ચાર લાખ) લોકોએ ફોર્મ ભરી પરત આપ્યા છે.ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ અરજીઓના ડેટા એન્ટ્રીની પણ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વધુ વિગતો આપતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ 18 ટકા જેટલી SIR કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લાઓની સરખામણીએ SIR કામગીરીમાં રાજકોટ પાંચમા ક્રમાંકે પહોંચી ગયું છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે પહોંચ્યું છે