રેશનિંગના વેપારીઓને મિનિમમ 20 હજાર કમિશન ચૂકવવા અંતે રાજ્ય સરકારનો પરિપત્ર
રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાન ધરાવતાં વેપારીઓને મોંઘવારીમાં મીનીમમ 20 હજાર કમિશન પણ મળતું ન હોય આવા વેપારીને મીનીમમ 20 હજાર કમિશન ચુકવવા રાજ્ય સરકાર સામે લાંબા સમયથી ચાલી રહેલી લડતમાં અંતે રેશનીંગના વેપારીઓનો વિજય થયો છે. નાગરિક પુરવઠા અને અન્ન વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડી રેશનીંગના વેપારીઓને મીનીમમ 20 હજાર કમિશન ચુકવવા ઠરાવ કર્યો છે.
રાજ્ય સરકાર સામે રેશનીંગના વેપારીઓએ સાતમ આઠમ પર હડતાલ પર ઉતરી રેશનીંગના વેપારીઓને મીનીમમ 20 હજાર કમિશન ચુકવવા માંગણી કરવામાં આવી હતી. જે તે વખતે સમાધાન થઈ જતાં રેશનીંગના વેપારીએ હડતાલ પાછી ખેંચી લઈ કામે લાગી ગયા હતાં. રાજ્ય સરકારે મીનીમમ 20 હજાર કમિશન નહીં ચુકવતાં દિવાળી પર ફરી રેશનીંગના વેપારીએ હડતાલનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું હતું. તહેવાર ટાણેજ બબ્બે વખત રેશનીંગના વેપારીઓ હડતાલ ઉપર ઉતરી જતાં અંતે રાજ્ય સરકાર અને નાગરિક પુરવઠા અન્ન વિભાગ દ્વારા રેશનીંગના વેપારીઓની વ્યાજબી માંગણી સ્વિકારી લઈ મીનીમમ 20 હજાર કમિશન ચુકવવા સહમતી દર્શાવ હતી. જેના આધારે આજે રાજ્ય સરકાર નાગરિક પુરવઠા અને અન્ન વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડી તા.1-11-2023 થી રેશનીંગના વેપારીઓને મીનીમમ 20 હજાર કમિશન ચુકવવા પરિપત્ર બહાર પાડી હુકમ કર્યો છે.રેશનીંગના વેપારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વ્યાજબી ભાવની દુકાન ખોલવા અંગે વસ્તીના ધોરણો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 3 હજારની વસ્તી અને લઘુત્તમ 75 ટકા જનસંખ્યા પર એક દુકાન ખોલવા અને શહેરી વિસ્તારમાં 7500ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 48 ટકા જનસંખ્યા પર એક દુકાન ખોલવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. પરતુ મીનીમમ જનસંખ્યાના કારણે રેશનીંગના વેપારીઓને કાળજાળ મોંઘવારીમાં 20 હજારની પણ આવક થતી ન હોય મીનીમમ કમિશન 20 હજાર કરી આપવા રાજ્ય સરકાર સામે લડત શરૂ કરી હતી. જેમાં આજે રેશનીંગના વેપારીઓનો વિજય થયો છે.