રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિશ્વ મહિલા દિન નિમિત્તે ખંભાળિયાની સંસ્થા દ્વારા મહિલા પ્રતિભાઓને સન્માનિત કરાયા

11:13 AM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

ખંભાળિયાની જાણીતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાળિયા દ્વારા ગઈકાલે શુક્રવારે વિશ્વ મહિલા દિન નિમિત્તે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રેરણા રૂપ એવા મહિલાઓનું ભગવાન દ્વારકાધીશજીની છબી તેમજ ઉપરણાં પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન અહીંના જાયન્ટ્સ ગ્રુપના મહીલા પ્રમુખ હિતિષાબેન સંદિપભાઈ ખેતિયા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધીબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રેખાબેન ખેતિયા વિગેરે પદાધિકારીઓનું કરીને વર્લ્ડ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ફેડરેશન-થ્રી (બી)ના કાઉન્સિલર તેમજ વ્યસનમુક્તિના ઓફિસર સંદિપભાઈ ખેતિયા, ઈલાબેન વાઢેર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબા જાડેજા, નગરપાલિકા સદસ્ય હરેશભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Tags :
gujaratgujarat newswomen's day
Advertisement
Next Article
Advertisement