For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાગરણની રાત્રે પોલીસનું ચેકિંગ, કારણ વગર ઉજાગરા કરતા ગોધાઓને ઘર ભેગા કર્યા

04:02 PM Jul 24, 2024 IST | Bhumika
જાગરણની રાત્રે પોલીસનું ચેકિંગ  કારણ વગર ઉજાગરા કરતા ગોધાઓને ઘર ભેગા કર્યા
Advertisement

રેસકોર્સ સહિતના ફરવા લાયક સ્થળોએ પોલીસ અને શી-ટીમનું પેટ્રોલિંગ

રખડપટ્ટી કરવા નીકળેલા ટપોરીઓને પોલીસે ઊઠક-બેઠક કરાવી

Advertisement

રાજકોટમાં જયા પાર્વતીના વ્રતનું જાગરણ હોવાથી જાગરણ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના હરવા ફરવાના સ્થળ પર પોલીસે ચેકિંગ કર્યું હતું.
જાગરણના બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને તમામ પોલીસ મથકના સ્ટાફ જોડાયો હતો. જાગરણમાં ખોટા ઉજાગરા કરવા નીકળેલા રોમિયોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી.અપરિણીત યુવતીઓ અને વિવાહિત મહિલાઓ જયા પાર્વતી વ્રત રાખે છે. પાંચ દિવસ પૂજા બાદ કુવારીકા તેમજ વિવાહિત સ્ત્રીઓ આ વ્રતનો જાગરણ કરતી હોય છે.

જાગરણને કારણે શહેરના ફરવા લાયક સ્થળોએ ભીડ જોવા મળતી હોય જેને લઇ પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના આજી ડેમ, કાલાવડ રોડ, રૈયા રોડ, રેસકોર્ષ રીંગ રોડ સહિતના સ્થળે પોલીસે ચેકિંગ કર્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાની સુચનાથી ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજનસિંહ પરમાર,ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ તેમાં તાબા હેઠળના પી. આઈને ચેકિંગ કરવા સુચના આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ. આર. ગોંડલીયા અને એસ. ઓ.જી. પી.આઇ. જે.એમ.કૈલા તેમજ પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ ભાર્ગવ ઝણકાટ સહિતના પોલીસ અધિકારી સહિતના સ્ટાફે ચેકિંગ કરી કેટલાય રોમિયો અને લુખ્ખાઓ વિના કારણે ઉજાગરા કરવા નીકળ્યા હોવાનું ધ્યાને આવતા તેઓને તેના ઘર ભેગા કરી દીધા હતા.

રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો બહેનો દીકરીઓ સુરક્ષિત રીતે જાગરણ કરી શકે અને કોઈ અણબનાવના ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. રેસકોર્સ રીંગ રોડ તેમજ અંદર આવેલ બગીચામાં પ્ર.નગર પોલીસ તેમજ મહિલા પોલીસ અને શી ટીમે ચેકિંગ કર્યું હતું.જાગરણ વગર નીકળેલા રોમિયો અને આવારા તત્વોને પોલીસે ઉઠક-બેઠક કરાવી ઘર ભેગા કરી દીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement