વર્ષના ‘છેલ્લા દિવસે’ જૂનાગઢના મહિલાએ જિંદગીના ‘અંતિમ દિવસે’ ઓર્ગન ડોનેટ કરી 7 લોકોને આપી ‘નવી જિંદગી’
ગ્રીન કોરિડોરથી અંગોને અમદાવાદ લઈ જવાયા : મહિલાને ચક્કર આવતા તેમને બ્રેઈન ડેથ જાહેર કર્યા હતાં
વર્ષના અંતિમ દિવસે ઝાંઝરડા રોડ પર રહેતા 43 વર્ષીય શીલાબેન ચાચડીયાએ પોતાની જિંદગીના અંતિમ દિવસોમાં 7 નવી જિંદગીને પોતાના શરીરના અંગો ડોનેટ કર્યા છે. ઝાંઝરડા રોડ પર પોતાના પરિવાર સાથે રહેતા શીલાબેન ચાંચડીયા ને બે દિવસ પહેલા ચક્કર આવ્યા હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેથ જાહેર કર્યા હતા. અને ત્યારબાદ ડોક્ટરો દ્વારા તેના પરિવારને આ બાબતે જાણ કરી હતી કે મહિલાના મગજ પર એટેક આવ્યો છે પરંતુ તેમના અન્ય અંગો શરૂૂ છે જો તે તેમના અંગોને ડોનેટ કરે તો અન્ય લોકોને જિંદગી મળી શકે તેમ છે. ત્યારે પરિવારે સહમતી આપતા આજે ગ્રીન કોરિડોર મારફત શીલાબેન ચાંચડીયાના હૃદય લીવર ફેફસાને કેશોદ થી ફ્લાઈટ મારફત અમદાવાદ લઈ જવામા આવ્યા છે.
આ ગ્રીન કોરિડોર ને લઈ ઝાંઝરડા રોડ થી કેશોદ સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મહિલાના અંગો સમયસર કેશોદ એરપોર્ટ સુધી પહોંચે તેની તમામ તૈયારીઓ અગાઉથી જ કરી રાખી છે. શીલાબેન ચાચડીયાની જિંદગીના અંતિમ દિવસોમાં તેના પરિવાર એ મહિલાના અંગો અન્ય લોકોને ડોનેટ કરી સાત લોકોને નવી જિંદગી આપવાનું સરાહનીય કાર્ય કર્યું છે. અને પરિવારે કહ્યું છે કે અમે અમારા પરિવારનું સભ્યો ગુમાવવાનું ઘણું જ દુ:ખ છે. પરંતુ 7 લોકોને નવી જિંદગી મળશે તેનું પણ અમને ગર્વ છે.ઓર્ગન ડોનેટ કરનાર મહિલાના પતિ ઉમેશ ચાટડીયા એ જણાવ્યું હતું કે મારા ભાઈ શીલા ચાચડીયા ને પરીલસનો હુમલો આવ્યો હતો. ત્યારે હુમલો આવ્યા બાદ મારી પત્નીના અંગો ચાલુ હોવાની ડો.આકાશ પટોડીયા એ મને જાણ કરી હતી. જેથી તેમના અંગોને ડોનેટ કરવા માટેની મને માહિતી આપી હતી. ત્યારબાદ મેં મારા પરિવારને આ બાબતની જાણ કરી હતી. મારો પરિવાર મારી પત્નીના અંગો ડોનેટ કરવા સહમત થયો હતો. અને આજે અમારા પરિવારે અને મેં મારા પત્નીના અંગો ડોનેટ કર્યા છે.
ત્યારે આજે મેં મારી પત્ની નથી ગુમાવી પરંતુ મારા પત્નીના અંગો જે 7 લોકોને ડોનેટ કર્યા છે તેને નવી જિંદગી મળી છે.અંગો ડોનેટ કરનાર મહિલાના દિયર શનિ ચાચડિયાએ જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો લોકો પોતાના શરીરના અનેક અંગો ડોનેટ કરતા ડરતા હોય છે. પરંતુ જ્યારે કોઈ અઘરી પરિસ્થિતિનું નિર્માણ થાય અને ત્યારે અંગો ડોનેટ કરવાનો મોકો મળે તો લોકોએ પોતાના અંગો ડોનેટ કરવા જોઈએ. કારણ કે આ અંગો ડોનેટ થવાથી અન્ય લોકોને જિંદગી મળે છે. આ બાબતની લોકોમાં પ્રેરણા જાગૃત થાય અને લોકો પોતાની જિંદગીના અંતિમ સમયે અન્ય લોકોને નવી જિંદગી આપી શકે તે માટે અંગો ડોનેટ કરવા જ જોઈએ. આમ જોવા જઈએ તો અમારા ભાભી જે મૃત્યુ પામ્યા છે તે અમારા પરિવાર માટે દુ:ખનો સમય છે. પરંતુ અમારા પરિવાર માટે ગર્વની વાત એ છે કે પરિવારની સહમતી થી મારા ભાભીના અંગો ડોનેટ કરવાથી અન્ય સાત લોકોને નવી જિંદગી મળશે.