રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધી જયંતીના દિવસે જ એસટી ડેપોમાંથી દારૂની 8 ખાલી બોટલો મળી

12:20 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગરમાં આજે ગાંધી જયંતીના દિવસે એસટી ડેપો પરિસરમાંથી ઇંગ્લિશ દારૂૂની ખાલી આઠ નંગ બાટલી મળી આવતાં આમ આદમી પાર્ટીએ તે બાટલી પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે, અને આ અંગે યોગ્ય તપાસ કરવા માંગણી કરી છે.

જામનગરના એસટી ડેપોમાં આજે જામજોધપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા તેમજ અન્ય આપ પાર્ટીના કાર્યકરો આજે ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાનમાં જોડાયા હતા જે દરમિયાન સફાઈ કરતી વેળાએ જામનગરના એસટી ડેપો પર એક સ્થળેથી આઠ નંગ જેટલી ઇંગ્લિશ દારૂૂની ખાલી બાટલી મળી આવી હતી જે એકત્ર કરીને પ્રજાજનો સમક્ષ મૂકી હતી, અને એસ.ટી તંત્ર સામે વેધક સવાલો કર્યા છે.

જામનગર ના એસ.ટી. ડેપોમાં અગાઉ પણ આજ રીતે દારૂૂની ખાલી બાટલીઓ મળી આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરાયા હતા, કે એસ.ટી. ડેપોના ડ્રાઇવર કંડકટર સહિતના કેટલાક કર્મચારીઓ દારૂૂ નો નશો કરીને બસ ચલાવતા હોય છે, અથવા તો પોતાની ફરજ બજાવે છે. જેને લઈને બસમાં મુસાફરી કરનારા લોકોના જીવ જોખમમાં મુકાય છે. એસટી તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી ને જવાબદારી કર્મચારીઓ સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

Tags :
crimeGandhi jayantigujaratgujarat newsjamnagarST depo
Advertisement
Next Article
Advertisement