રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

19 દિવસે DG બોલ્યા કે, આવો કોઈ પરિપત્ર નથી !

11:56 AM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસની બદલીના નવા નિયમોમાં રાજકીય દબાણ અને પોલીસતંત્રમાં નારાજગી બાદ સિફતપૂર્વક પીછેહઠ

રાજ્યમાં પી.આઈ અને પીએસઆઈ ની બદલીનાં પરિપત્રને લઈને વિવાદ ઉઠ્યો હતો તેમજ રાજકીય દબાણ આવતા અંતે આ પરિપત્ર બાબતે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરી હતી. પોલીસ વિભાગે આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો જ હોવાનું કહી ફેવી તોળ્યું હતું. આ સાથે ડીજીપી વિકાસ સહાયે વાયરલ પરિપત્રને રદિયો આપ્યો હતો.

ગત 2જી ઓગસ્ટના રોજ ડીજીપી વિકાસ સહાયની સહી ધરાવતો પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં તેમણે રાજ્યની વિવિધ રેંજમાં સતત પાંચ વર્ષ ફરજ બજાવતા પી.આઈ અને પીએસઆઈની એક યાદી મંગાવી હતી. આ ઉપરાંત, અન્ય એક પત્ર પણ વાયરલ થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગૃહવિભાગે પીઆઇ અને પીએસઆઇની બદલીમાં પારદર્શકતા આવે તે માટે એક રેંજમાં પાંચ વર્ષ કે વધુ સમયથી ફરજ બજાવતા અધિકારી તાત્કાલિક અસરથી બદલી કરવી. સાથેસાથે સ્પષ્ટતા હતી કે આ બદલી હાલની રેંજ કે કમિશનરેટથી નજીકમાં આવેલા જિલ્લા કે રેંજમાં ન કરવી.

જેમાં વડોદરા રેંજ અને વડોદરા સીટી, અમદાવાદ રેંજ અને અમદાવાદ સીટી, રાજકોટ રેંજ અને રાજકોટ શહેર, સુરત રેંજ અને સુરત શહેર, ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર રેંજમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને અસર થતી હતી. આ પરિપત્રને પગલે પોલીસ અધિકારીઓમાં નારાજગી પણ જોવા મળી હતી અને આ આંતરિક રોષની લાગણીની અસર રાજકીય લેવલે પણ જોવા મળી હતી.

ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મહત્વની ભૂમિકા ભજવતા પોલીસ વિભાગના પી.આઈ અને પી.એસ.આઈની બદલીની સીધી અસર આવનારી ચુંટણી ઉપર પડે તેમ હોય કેટલાક પોલીસ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ ગૃહમંત્રીને આ નિર્ણય બાબતે ફેર વિચારણા કરવા જણાવ્યું હતું. રાજકીય દબાણ બાદ અંતે ગઈકાલે અમદાવાદ ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ક્રાઈમ કોન્ફરન્સમાં આ બાબતે મહત્વનો ખુલાસો કરતા જણાવ્યું કે, રેંજમાં બદલી અંગે કોઇ પરિપત્ર બહાર પડાયો નથી. માત્ર પાંચ વર્ષથી ફરજ બજાવતા અધિકારીની વિગતો જ મંગાવવામાં આવી હતી.

આ અંગે ડીજીપી વિકાસ સહાયે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે રેંજમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય ફરજ બજાવતા પીઆઇ કે પીએસઆઇની રેંજ બદલી અંગે કોઇ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. પાંચ કે તેથી વધારે વર્ષથી ફરજ બજાવતા અધિકારીની વિગતો એકત્ર કરવી તે વહીવટી બાબત છે.ડીજીપીના આ મહત્વપૂર્ણ નિવેદનના પગલે પોલીસ અધિકારીઓએ રાહત અનુભવી છે. રાજકીય દબાણ બાદ ડીજીપીએ પરિપત્ર બાબતે ફેરવી તોળ્યું હતું જોકે આ નવા નિર્ણયથી પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પરિપત્ર સાચો કે ખોટો?, વાઈરલ કરનાર કોણ? ઉઠી રહેલા અનેક સવાલ

નવી પોસ્ટિંગ પોલિસીના અમલીકરણ માટે રાજ્યના 9 રેન્જના આધારે 34 જિલ્લા, 4 કમિશનરેટને ઝોનમાં વહેંચવામાં આવ્યા હતાં. જેમાં એક ઝોનમાં કામ કરતા અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય ઑગસ્ટ 2024 થી પૂર્વવર્તી અસર સાથે અન્ય ઝોનમાં લેવામાં આવ્યો હતો.સમગ્ર મામલે સો ટચ સોનાનો સવાલ એ છે કે, જો આ પરિપત્ર કરાયો ઉૠઙ અને ગૃહવિભાગ દ્વારા કરાયો નથી તો કોના દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને વાયરલ કરાયો ? શું આ મુદ્દે તપાસ થશે ? કે કોઈ રાજકીય આગેવાનોના આગ્રહ હતો કે પોતાના વ્હાલા અધિકારીઓ જીલ્લા કે રેંજ બહાર નાં જાય અને એકબીજાનું સચવાયેલું રહે ? હવે અંતે હવે આ વાઈરલ પરિપત્ર અંગે ગૃહ વિભાગ અને રાજ્યના ઉૠઙ તપાસ કરે તો જ ખરું સત્ય સામે આવશે તે જોવું રહ્યું.

Tags :
DGgujaratgujarat newsPI and PSI Transfer
Advertisement
Next Article
Advertisement