For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

OMG, પાંચ વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા 15 વંદા

02:00 PM Jun 11, 2025 IST | Bhumika
omg  પાંચ વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા 15 વંદા

શિહોર પંથકની ઘટના તબીબી વિજ્ઞાન માટે સંશોધનનો વિષય

Advertisement

થોડા દિવસ પહેલાં અમરેલીમાં એક બાળકની આંખની પાંપણોમાંથી જૂ કાઢવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષના બાળકના કાનમાંથી એક-બે નહી પણ 15 જેટલા વંદા નીકળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કાનમાંથી આટલા બધા વંદા નિકળવા એ તપાસનો વિષય છે.

સિહોર તાલુકાના નાનકડા ચોરવડલા ગામમાંથી આશ્વર્યચકિત કરી નાખનાર કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા 5 વર્ષના બાળકને અવાર-નવાર કાનમાં દુખાવો રહેતો હતો. જેથી પરિવારજનો તબીબ પાસે લઇ ગયા હતા. જ્યાં તપાસ કરતા બાળકના કાનમાંથી 15 જેટલા વંદા અને તેના બચ્ચા કાઢવામાં આવ્યા છે. આ વિચિત્ર ઘટના જોઇને તબીબો પણ નવાઇ પામ્યા હતા.

Advertisement

આ ઘટનાએ તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. ડોકટરો પણ અચંબિત છે કે કાન જેવા સંવેદનશીલ અંગમાં વંદા કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જીવિત રહી શક્યા. આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement