નાના ભાઇના લગ્ન પૂર્વે આર્થિક ભીંસથી કંટાળી મોટા ભાઇનો આપઘાતનો પ્રયાસ
શહેરમા રૈયાધાર વિસ્તારમા રહેતા યુવાને નાના ભાઇનાં લગ્ન પુર્વે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ધાર વિસ્તારમા આવેલા 13 માળીયા આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા કૃષ્ણકાંત દિનેશભાઇ સોલંકી નામનો યુવાન રામાપીર ચોકડી નજીક સ્વપ્નલોક રેસીડેન્સીમા કામ કરતો હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા કૃષ્ણકાંત સોલંકી મુળ કાલાવાડનો વતની અને 4 ભાઇ બહેનમા વચેટ છે. અને તેને સંતાનમા એક પુત્ર છે. પાંચમા મહીનામા નાનાભાઇ વિરલનાં લગ્ન હોય જેથી આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.