For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલ બંગલા સર્કલ નજીક એજન્ટને લમધારતા વૃદ્ધા: પૈસા પડાવ્યાનો આક્ષેપ

01:46 PM Feb 15, 2024 IST | Bhumika
લાલ બંગલા સર્કલ નજીક એજન્ટને લમધારતા વૃદ્ધા  પૈસા પડાવ્યાનો આક્ષેપ
  • દાખલો કાઢી આપવા પૈસા વસૂલ્યા પણ દાખલો ન આપ્યો: મામલો પોલીસ થાણે

જામનગરના લાલ બંગલા સર્કલમાં એક વૃદ્ધા અને એજન્ટ વચ્ચે મોટા પાયે માથાકૂટ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા થયા હતા. એજન્ટ પોતાના રૂૂપિયા ચાઉ કરી ગયો હોવાના આરોપ સાથે વૃદ્ધ મહિલાએ એજન્ટને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

જેને લઈને સ્થાનિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી. દાખલો કઢાવી આપવાના બહાને વૃદ્ધાના પૈસા પડાવી લેનાર એજન્ટની જાહેરમાં ધોલાઈ બાદ પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેથી લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

આ અંગે જાણવા માટે વિગત અનુસાર જામનગરના લાલ બંગલા સર્કલ નજીક નાગરિકોના મહત્વના અને જરૂરી ડોક્યુમેન્ટ બનતા હોવાથી એજન્ટોનો પણ રાફડો ફાટ્યો છે. જેમાં અમુક એજન્ટો લોકો પાસેથી મન ફાવે તેમ રૂપિયા ઉઘરાવતા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે. તેવામા આવી જ ફરિયાદ સાથે જામનગરના લાલ બંગલા સર્કલમાં મહાનગરપાલિકાના ગેઇટ પાસે એક વૃદ્ધા દ્વારા એક એજન્ટની જાહેરમાં ધોલાઇ કરવામાં આવી રહી હતી. મહિલાએ કહેવાતા આરોપીનો કાંઠલો પકડીને તેને લગભગ 20 મિનિટ સુધી છુટ્ટા હાથે માર માર્યો હતો. પોલીસ મથકમાં લઈ જવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.એક એજન્ટ, કે જેણે વૃદ્ધા પાસેથી દાખલો કઢાવી આપવાના બહને પૈસા લઈ લીધા પછી કોઈ કાર્યવાહી કરી ન હોવાથી આખરે વૃદ્ધા ગુસ્સે થયા હતા, બાદમાં જાહેરમાં હંગામો થતા લોકો દોડ્યા હતા.
જ્યા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત એજન્ટ નશો કરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ કાર્યવાહીથી લાલ બંગલા વિસ્તારમાં અન્ય એજન્ટોમાં નાશભાગ થઈ ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement