ખોરાણા ગામે સબસ્ટેશનમાં ડીઓ ચડાવતી વેળાએ પટકાતા વૃદ્ધનું મોત
05:26 PM Feb 12, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા ખોરાણા ગામે સબસ્ટેશનમાં ડીઓ ચડાવવા ચડેલા ખેડૂત વૃદ્ધનુ પટકાતા ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ ખોરાણા ગામે રહેતા અમૃતભાઇ નાથાભાઇ વેકરીયા (ઉ.વ.71) નામના વૃદ્ધ ગઇકાલે પોતાની વાડીએ હતા ત્યારે સબસ્ટેશનમાં ડીઓ ઉડી જતા તેઓ સબસ્ટેશન ઉપર ડીઓ ચડવવા માટે ચડ્યા હતા દરમિયાન સબસ્ટેશન ઉપરથી અકસ્માતે પટકાતા તેમને માથાભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ પાંચ બહેનમાં વચેટ હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાની જાણવા મળ્યુ છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
Next Article
Advertisement