ઓખા-રામેશ્ર્વરમ એકસપ્રેસ મંગળવારે વાવાઝોડાના કારણે રદ
01:02 PM Nov 29, 2025 IST | Bhumika
પમ્બન બ્રિજ પર પવનની ગતિ 58 કિમી પ્રતિ કલાકની નિર્ધારિત સુરક્ષા મર્યાદાથી વધુ હોવાને કારણે, મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે. વિવરણ આ મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનોમા તા. 28.11.2025 ની ટ્રેન સંખ્યા 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ તેજ પવનો અને પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિઓને કારણે રદ કરવામાં આવી છે.
Advertisement
તા. 02.12.2025 ની ટ્રેન સંખ્યા 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ રેક (છફસય) ઉપલબ્ધ ન હોવાને કારણે રદ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોની નોંધ લે અને તે મુજબ પોતાની યાત્રાનું આયોજન કરે. થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ.
Advertisement
Advertisement