ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓખા-જયપુર એકસપ્રેસ સોમવારે અજમેર સુધી દોડશે

05:14 PM Dec 04, 2025 IST | Bhumika
Advertisement

ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુન: વિકાસ કાર્યને કારણે લેવાયો નિર્ણય

Advertisement

ઉત્તર પશ્ચિમ રેલ્વે ના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનો નીચે મુજબ છે:આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમા 8 ડિસેમ્બર, 2025ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 9 ડિસેમ્બર, 2025ના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.ડાયવર્ટ કરેલા રૂૂટ પર દોડનારી ટ્રેનોમા 06.12.2025 અને 09.12.2025 ના રોજ ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે.

આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે. અને તા.4 અને તા.8ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢ નો સમાવેશ થાય છે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ તેમની મુસાફરી શરૂૂ કરતા પહેલા ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં લે અને કોઈપણ અસુવિધા ટાળવા માટે ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર ટ્રેન સંચાલન અંગેના નવીનતમ અપડેટ્સ ચેક કરી લે.

Tags :
gujaratgujarat newsOkha-Jaipur Express train
Advertisement
Next Article
Advertisement