ઓખા-ભાવનગર એકસપ્રેસ કાલથી બે દિવસ દ્વારકા સ્ટેશનથી ઉપડશે
રેલવે ફાટકના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંંગનાં કાર્ય માટે ટ્રેનોને બ્લોક કરાયેલ
રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગ ના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. અસરગ્રસ્ત થનારી ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે:1) 05 અને 06 નવેમ્બર, 2025 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે દ્વારકા સ્ટેશનથી જ શરૂૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.2) તે જ રીતે, 04 અને 05 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગરઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ રીતે આ ટ્રેન દ્વારકા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વધારે જાણકારી માટે મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને ચેક કરી શકે છે.
