રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રાંગધ્રા પાસે ટેન્કરમાંથી તેલ ચોરીનું કૌભાંડ, પાંચ ઝડપાયા

11:52 AM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ, મોરબી, ગાંધીધામના સૂત્રધાર સહિત આઠ શખ્સો ફરાર

સીઆઈડી ક્રાઈમના દરોડામાં રૂા. 1.57 કરોડનો મુદ્દામાલ કબજે

મુંદ્રાથી ટેન્કર મારફતે મોકલવામા આવતું સોયાબીન, પામોલીન, દિવેલ સહિતના તેલના જથ્થાની ચોરી કરતી ટોળકીનો સીઆઈડી ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરને માલવણ નજીક હાઈવે પર ઉભા રાખી ડ્રાયવર અને ક્લિનરની મીલીભગતથી ચાલતા આ તેલચોરીના કૌભાંડમાં પાંચ શખ્સોની ધરપકડ કરી રૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં આ તેલ ચોરીના રેકેટમાં રાજકોટ, ગાંધીધામ અને મોરબીના 8 શખ્સોની સંડોવણી ખુલી છે. જેની ધરપકડ માટે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સુત્રધાર રાજકોટનો શખ્સ છેલ્લા બે મહિનાથી હોટલ ભાડે રાખી આ રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ મુંદ્રાથી અલગ અલગ તેલ ભરીને જતાં ટેન્કરોમાંથી આ તેલ ચોરી થતું હોવાની બાતમી સીઆઈડી ક્રાઈમને મળી હતી. જેના આધારે સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર પીપડી ગામના પાટિયા પાસે આવેલી રામદેવ હોટલે દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલની પાછળ પતરાના શેડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરની મીલીભગતથી પામોલીન, દીવેલ અને સોયાબીન તેલની ચોરી થતી હતી. જે દરોડા દરમિયાન રંગેહાથ ઝડપાઈ હતી. આ દરોડામાં પીપળી ગામના અજમલ, બાજુજી કોલી, રાજકોટના નિલમ પાર્ક દેવપરામાં રહેતા મહેબુબ બાબુ સુમરા, નરપત રાજાજી ઠાકોર, સુરેન્દ્રનગરના પીપળી ગામના પ્રવિણ બાજુજી કોલી અને અજમેરના ગજરાજસિંગ બિરમસીંગ રાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ સમગ્ર તેલ ચોરીનું નેટવર્ક રાજકોટનું મનીષ પટેલ ચલાવતો હતો. જેણે આ હોટલ ઈમરાન પાસેથી બે મહિનાથી ભાડે રાખી હતી. અને મનીષ પટેલ સાથે આ તેલચોરીના રેકેટમાં રાજકોટના રઝાક, વિશાલ, મોરબીના નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા, ગાંધીધામનો સુરેશ રામગોપાલ, રાજકોટનો યુવરાજસિંહ જાડેજા તથા ભાગી છુટેલા ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનર સહિત 8 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તેલચોરીમાં કોણે શું ભૂમિકા ભજવી

મોરબીનો નરેન્દ્રસિંહ જાડેજા હોટલના મેદાનમાં તેલચોરીના કારસ્તાન ઉપર અને મજુરો ઉપર દેખરેખ રાખતો હતો. જ્યારે ગાંધીધામનો સુરેશ ટેન્કર ચાલકોને લાલચ આપી હોટલ પાસે ટેન્કર ઉભા રાખવાનું કહીને તેલચોરી કરાવતો હતો. સુરેશે શ્રીગણેશ નામનું વેટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તેમાં નરેન્દ્રસિંહ જાડેજા વિગતો અને પોતાના ફોન નંબરો મુક્તો હતો. ટેન્કર ચાલકને 20 લીટર તેલ ચોરીમાં રૂા. 1200 કમિશન આપવામાં આવતું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
DhrangadhraDhrangadhra newsgujaratgujarat newsOil theft scamscam
Advertisement
Next Article
Advertisement