ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઢેબર રોડ પર ઓઇલની રેલમછેલ: અનેક બાઇકચાલકો ટીટકાયા

03:55 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

શહેરના ડામર રોડ સારા હોય ત્યારે વાહન ચાલકો પણ હરખાતા હોય છે. પરંતુ આજ ડામર રોડ પર કોઇ વાહન ચાલક ઓઇલ ઢોળીને જતો રહે અથવા ચોમાસા દરમિયાન પ્રથમ વરસાદે ઓઇલ અને પાણી ભેગા મળતા વાહનો સ્લિપ થવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં આજે પણ ઢેબર રોડ પર કોર્પોરેશન ચોકથી એ - ડિવિઝન પોલીસ ચોકીના રોડ સુધીના રોડ પર કોઇ વાહનચાલક ઓઇલ ઢોળીને નાસી છુટયો હતો. જેની પાછળ આવતા અનેક બાઇકચાલકોના ધ્યાનમાં ઓઇલ આવે તે પહેલા સ્લિપ થવાથી પટકાય પડયા હતા. 1 કલાક દરમિયાન વાહન ચાલકો સ્લિપ થઇને ઢળી પડવાની ઘટનાએ ફાયર વિભાગને જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રોડ પરથી ઓઇલ દુર કરવામાં આવ્યુ હતું. ઓઇલ ઢોળનાર વાહન ચાલકો કોણ હતો તેની આજ સુધી ખબર પડી નથી.

Advertisement

Tags :
Dhebar Roadgujaratgujarat newsoilrajkot
Advertisement
Next Article
Advertisement